પીએમ મોદી શનિવારે સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપશે

| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:49 PM

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શનિવારે (11 સપ્ટેમ્બર) વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે અને ભૂમિપૂજન કરીને પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. 200 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરદારભવનનું લોકાર્પણ અને 200 કરોડના ખર્ચે કન્યા છાત્રાલય તૈયાર થશે જેનું પીએમ મોદી ભુમિપુજન કરશે.

2000 છોકરીઓ માટે છાત્રાલયની સુવિધા:
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની છે, તેમાં 2000 છોકરીઓ માટે હોસ્ટેલની સુવિધા હશે.

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે વિશ્વ પાટીદાર સમાજ “સરદારધામ”નું નિર્માણ થયું છે. આ સરદાર ધામ અંદાજીત રૂ.200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ ઉપરાંત બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવાશે. જેનું પણ વડાપ્રધાન વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરશે.

સરદારધામના ઉપપ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે સરદારધામ પાંચ લક્ષ્યબિંદુઓ પર ચાલે છે. સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1 હજાર વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે. સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે.

સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.