વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત નાજુક હોવાના સમાચાર સામે આવ્યા છે. જેથી હીરા બાને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં જ ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 4 વાગ્યા આસપાસ ગુજરાત પહોંચે તેવા પ્રાથમિક અહેવાલો સાંપડી રહ્યા છે. પીએમ મોદી દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા રવાના થયા છે. જોકે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા આપવામાં આવલી સતાવાર માહિતી મુજબ હીરાબાની તબિયત હાલ સ્થિર હોવાનું કહેવાયું છે.
વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષ પૂર્ણ કર્યા છે. હીરા બાએ આ વર્ષે જૂન મહિનામાં જ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની ઊંમરના કારણે તેમની તબિયત નાદુરસ્ત થતા તેમની વહેલી સવારે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. માતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોર સુધીમાં આવે તેવી શક્યતા છે. PM મોદીના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ એક પછી એક ધારાસભ્યો યુ એન મહેતા હોસ્પિટલમાં તેમના ખબર અંતર પુછવા આવી રહ્યા છે.
પીએમ મોદીને માતા હીરા બા પ્રત્યે આત્મીયતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમનાં માતા હીરાબા (Hiraba) સાથે ખુબ જ ઇમોશનલ સંબંધ રહ્યો છે. મોદી ઘણી વખત જાહેર મેચ પરથી માતા વિશે વાત કરતી વખતે ભાવુક બની ગયા હોવાના દાખલા છે. મોદીના જીવનમાં તેમની માતાનું ખાસ સ્થાન છે. મોદી જ્યારે પણ ગાંધીનગરમાં હીરાબાને મળવા જાય છે ત્યારે જોઈ શકાય છે કે માતા-પુત્ર વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે. મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં માતાને મળે છે ત્યારે ખુબ જ સામાન્ય માણસની જેમ મળે છે અને માતા પણ એક સામાન્ય બાળકની જેમ તેના પર વહાલ વરસાવે છે. જાહેર કાર્યક્રમોમાં ભાષણ આપતી વખતે મોદી જ્યારે તેમનાં માતાનો ઉલ્લેખ કરે છે ત્યારે તે ભાવુક બની જાય છે. મોદી જેવા મજબુત મનોબળવાળા માણસ જ્યારે જાહેરમાં ભાવુક બની જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે તેમના દિલમાં તેમની માતા માટે કેટલી પ્રબળ લાગણીઓ ધરબાયેલી છે.
હીરાબાનો જન્મ 18 જૂન, 1923ના રોજ થયો હતો. હીરાબેન મોદીએ 18 જૂન 2022માં તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. હીરા બા અત્યાર સુધી ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પંકજભાઈ સાથે ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગ્લોઝ-2માં રહે છે.આ વર્ષે પણ PM મોદી તેમના માતાના જન્મદિને આશીર્વાદ લેવા માટે ગાંધીનગર રાયસણ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતાના ચરણ પખાલ્યા હતા. તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
Published On - 1:25 pm, Wed, 28 December 22