વિદેશમાં રહીને પણ ગુજરાતીપણું જાળવવાના અનુભવ પર બોલ્યા નિલેશ મકવાણા, મુંજાલ શાહે ડિફેન્સ ક્ષેત્રમાં હજુ આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી

પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના મેનેજીંગ ડિરેક્ટર મુંજાલ શાહ અને ગ્લોબલ એવોર્ડ વિનિંગ ટેકનોલોજી કંપની ઇલ્યુમિનેટ સોલ્યુશન (illuminance Solutions)ના CEO નિલેશ મકવાણાએ ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ના મંચ ઉપર હાજરી આપી.

વિદેશમાં રહીને પણ ગુજરાતીપણું જાળવવાના અનુભવ પર બોલ્યા નિલેશ મકવાણા, મુંજાલ શાહે ડિફેન્સ ક્ષેત્રમાં હજુ આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી
Munjal Shah AND Nilesh Makwana
Image Credit source: Tv9 Gfx
| Edited By: | Updated on: Oct 29, 2022 | 5:17 PM

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક દ્વારા ‘મહાજાતિ ગુજરાતી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહ્યા . જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહી. આ પર્વમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થયા છે.

પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના મેનેજીંગ ડિરેક્ટર મુંજાલ શાહ અને ગ્લોબલ એવોર્ડ વિનિંગ ટેકનોલોજી કંપની ઇલ્યુમિનેટ સોલ્યુશન (illuminance Solutions)ના CEO નિલેશ મકવાણાએ ‘મંચ ઉપર હાજરી આપી. નિલેશ ભાઇએ સેશનમાં જણાવ્યુ હતુ કે, તમે જ્યારે કોઇ પણ નવો બિઝનેસ કે વેન્ચર ચાલુ કરો છો. ત્યારે ગાંધીજીનું એક વાક્ય યાદ આવે છે કે, પહેલા લોકો તમારો વિરોધ કરશે અને પછી તમારી વાતને સાંભળશે. પછી તમારી વાતમાં જોડાશે અને પછી તમને તે ફોલો કરશે. એટલે કે તમે જ્યારે પણ નવુ કામ ચાલુ કરશો ત્યારે મુશ્કેલી તો આવશે. તેમણે જણાવ્યુ કે મે વિદેશની ધરતી પર જઇને બિઝનેસ પર ધ્યાન આપ્યુ હતુ. જોબ પર નહીં. જો આપણે ભારતની ધરતીના મહાન વ્યક્તિઓના વિચારોને અનુસરીએ તો સફળ થઇ શકીએ છીએ તેમ જણાવ્યુ હતુ.

વિદેશની ધરતી પર પોતાનું સ્થાન બનાવવાનો પડકાર: નિલેશ મકવાણા

વિદેશી ધરતી પર આવેલા પડકારોમાં નિલેશ મકવાણાએ જણાવ્યુ હતુ કે તમે તમારુ ભોજન, તમારી પોતાનો દેશ, આપણુ પોતાનું વાતાવરણ, આપણી ભાષાથી દુર રહેવાના પડકારોનો સામનો કરવો પડે છે. તેનાથી મોટુ ચેલેન્જ કોન્ફીડન્સનું છે. ત્યાં તમને બિઝનેસ ચાલુ કરવામાં એક ડર જેવુ લાગે છે. જો કે આ ડરને છોડીને ગુજરાતીઓ વિશ્વમાં દરેક જગ્યાએ છે તેવુ માનીને ચાલીએ તો આપણે બિઝનેસમાં સફળ થઇ શકીએ છીએ.

નવી પેઢી અને જુની પેઢીના વિચારોને સાથે લઇને આગળ વધાય: મુંજાલ શાહ

તો મુંજાલ શાહે ભારતની ધરતી પર જ રહીને નવા વિચારોને જગ્યા આપવા શું કર્યુ તે અંગે ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ના મંચ ઉપર પોતાના અનુભવો દર્શાવ્યા. તેમણે જણાવ્યુ કે, આજના યુવાનોમાં જલદીમાં જલદી પોતાના ધ્યેય સુધી પહોંચવાનો અને સપના પુરા કરવાનો જુસ્સો હોય છે. ત્યારે જુની પેઢી અને આજની યુવા પેઢીના વિચારો સાથે મિક્સ એન્ડ મેચ કરીને આગળ વધી શકાય છે.

વિદેશમાં પણ સચવાયેલુ છે ગુજરાતીપણું: નિલેશ મકવાણા

નિલેશ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતીપણું શું છે એ હું હજુ પણ ડિસ્કવર કરુ છું. તેમણે જણાવ્યુ કે વિદેશની ધરતી પર આપણું ગુજરાત એ ભોજન છે. એ આપણો વ્યવહાર છે. આપણી મહેમાનગતિ છે. એ આપણો પહેરવેશ છે. એ આપણી ભકિત છે, કે બિઝનેસમેનના વિચારો પર ચાલવુ તે છે ગુજરાતીપણું. નિલેશ મકવાણાએ જણાવ્યુ કે, હું 54 દેશોમાં ફર્યો છુ. જે ગુજરાતીઓ આજથી 40-50 વર્ષ પહેલા પણ વિદેશ ગયા છે. તે આજે પણ ગુજરાતી સંસ્કૃતિને વળગેલા જોવા મળે છે.

મુંજાલ શાહે જણાવ્યુ કે મને કામમાં આ સફળતા મળશે તેના વિશે પહેલા ક્યારેય વિચાર્યુ પણ નહોતુ. પણ જે મળ્યુ છે તેને હું આશીર્વાદ સમાન માનુ છુ. જો કે ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે. ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી વિકસી રહી છે.

પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજી સાથે દેશ માટે અનન્ય અને મજબૂત સંરક્ષણ પ્રસ્તાવો બનાવવાથી લઈને, યુવા વૈશ્વિક નેતા તરીકે પ્રેરણારૂપ બનવા સુધીનું કામ મુંજાલ શાહે કર્યુ છે. તો નિલેશ મકવાણા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન ઉદ્યોગસાહસિક છે. નિલેશે માઈક્રોસોફ્ટ ગોલ્ડ પાર્ટનર નામની ટેક ફર્મની સ્થાપના કરી છે. ટેક ફર્મ ઉપરાંત, તેણે તેના બિઝનેસ પાર્ટનર વિન્સેન્ટ લેમ સાથે ઓસ્ટ્રેલિયામાં ઈલુમિનેન્સ સોલ્યુશન્સની સ્થાપના કરી છે.

Published On - 4:17 pm, Sun, 16 October 22