ગુજરાતના આ ત્રણ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

|

Oct 02, 2021 | 9:49 AM

ગુજરાતમાં ભાવનગર, બોટાદ અને વેરાવળમાં ફરી એક વખત પેટ્રોલે 100 રૂપિયાની સપાટી વટાવી છે. જ્યારે ડીઝલનો ભાવ 99 રૂપિયાને પાર થઈ ગયો છે.

દેશમાં સતત બીજા દિવસે પેટ્રોલ(Petrol)  અને ડીઝલના(Diseal) ભાવમાં વધારો(Price Rise) નોંધાતા અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશમાં ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે.

ગુજરાતમાં(Gujarat)  પણ કેટલાક શહેરોમાં પેટ્રોલ 100ને પાર થઈ ગયું છે.જ્યારે ડીઝલે પણ 99 રૂપિયાની સપાટી વટાવી દીધી છે. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો કર્યો છે..

ગુજરાતમાં ભાવનગર, બોટાદ અને વેરાવળમાં ફરી એક વખત પેટ્રોલે 100 રૂપિયાની સપાટી વટાવી છે. જ્યારે ડીઝલનો ભાવ 99 રૂપિયાને પાર થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ક્રૂડ ઓઈલના ભાવ ફરી એક વખત નીચે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડના ભાવ થોડા કલાકોમાં ફરી વધીને $ 80 પ્રતિ બેરલ થઈ ગયા. આ પછી, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં 2 ઓક્ટોબર પેટ્રોલ પંપ પર એક લિટર પેટ્રોલની કિંમત વધીને 102.14 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ડીઝલની કિંમત વધીને 90.48 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 

તમને જણાવી દઈએ કે આ સપ્તાહમાં સોમવારથી શનિવાર સુધી પેટ્રોલ 90 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. ઘણા રાજ્યો એવા છે જ્યાં પેટ્રોલની કિંમત સદીનો આંકડો પાર કરી ગઈ છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં હોટલમાં ડાન્સ મામલે તપાસ શરૂ, પોલીસે સ્થળ શોધી કાઢ્યુ

આ પણ વાંચો : Surat : બાળકોને થર્મલ ગનથી ચેક કર્યા પછી શાળામાં પ્રવેશ આપવા શિક્ષણાધિકારીનું સૂચન

Published On - 9:44 am, Sat, 2 October 21

Next Video