Asia cup 2023માં ભારતની જીતને લઈ હરિદ્વારના ઋષિકેશમાં લોકોએ કરી ઉજવણી, જુઓ Video
ભારત પાકિસ્તાનની મેચ હોય એટ્લે તમામ લોકોની નજર ફક્ત ટીવી પર જ હોય છે. ત્યારે આજે યોજાયેલી Asia cup 2023ની સુપર ફોરમાં ભારત-પાકિસ્તાનની મેચમાં ભારત જીત્યું છે જેનો ઉત્સવ મનાવ્યો છે. હરિદ્દારના ઋષિકેશમાં અમદાવાદના ક્રિકેટ રસિકોઓએ ઉજવણી કરી છે.
Asia cup 2023માં સુપર ફોરમાં ભારત-પાકિસ્તાનની મેચ 10 સપ્ટેમ્બરે પૂરી થઈ શકી નથી. હવે આ મેચ તેના રિઝર્વ ડે એટલે કે તારીખ 11ના રોજ શરૂ થઈ હતી. જેમાં કુલદીપ યાદવની પાંચ વિકેટ, ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું છે. જોકે આ જીતની ખુસીને લઈ હરિદ્વારના ઋષિકેશમાં લોકોએ ઉજવણી કરી છે.
લોકોએ એકબીજાને મોઢું મીઠું કરાવીને ભારત માતાનો જયઘોષ કર્યો હતો. ભારતના વિજયની ઉજવણી હરિદ્વારના ઋષિકેશમાં ક્રિકેટ રસિકો દ્વારા કરવામાં આવી હતી. આ દરમ્યાન હાથમાં ત્રિરંગા લઈને ક્રિકેટ રસિકો એ દેવભુમિ રુષિકેશમા ભારત પાકિસ્તાનની મેચમાં ભરતાના વિજયને લઈ ગંગા ઘાટ પર વાનપ્રસ્થ આશ્રમમાં વંદે માતરમના જયઘોષ સાથે ઉજવણી કરી હતી. તમામ લોકો અમદાવાદ ના નારણપુરા ના શ્રીજી પરિવારના છે.