ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

|

Sep 29, 2021 | 1:02 PM

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બુધવાર અને ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં(Gujarat)  આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની(Rain) હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બુધવાર અને ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જયારે 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.

જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.જેમાં મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : Rajkot ના ભાદર -1 ડેમના તમામ 29 દરવાજા ખોલાયા, 22 ગામોને એલર્ટ કરાયા

આ પણ વાંચો : Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટના પરિવારજનોને રાઉન્ડ અપ કર્યા

Published On - 8:23 am, Wed, 29 September 21

Next Video