અમદાવાદમાં માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં 7 કરોડથી વધુની રોકડ જપ્ત

IT વિભાગે ગત મંગળવારે 14 અલગ અલગ જગ્યા પર રેડ કરી હતી.

અમદાવાદમાં  માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં  7 કરોડથી વધુની રોકડ જપ્ત
Over 7 crore cash seized in IT raid on Manekchand Gutkha distributor in Ahmedabad
| Edited By: | Updated on: Nov 23, 2021 | 7:47 PM

AHMEDABAD : અમદાવાદ માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં IT ના દરોડામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં IT વિભાગે 7 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે, આ સાથે જ 3 કરોડના દાગીના પણ સીઝ કરવામાં આવ્યાં છે. તો રેડમાં 100 કરોડના બેનામી વ્યવહાર પણ ઝડપાયા છે. IT વિભાગે ગત મંગળવારે 14 અલગ અલગ જગ્યા પર રેડ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કરચોરી અને બેનામી વ્યવહારો સામે આવકવેરા વિભાગની કાર્યવાહી શરૂ છે. આજે 23 નવેમ્બરને વહેલી સવારે અમદાવાદમાં બે ખુબ જાણીતી કંપનીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા.

અમદાવાદમાં આજે વહેલી સવારે ASTRAL કંપનીની કોર્પોરેડટ ઓફિસ અને રત્નમણી મેટલ્સની (Ratmani Metals) ઓફિસ પર IT વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. IT વિભાગની ટીમ અમદાવાદના અલગ અલગ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે.

આવક વિભાગ દ્વારા આ તમામ સ્થળોએ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બેનામી સંપત્તિ, રોકડ વ્યવહારો સહિત બિલ્ડરોને આપેલા મટિરિયલ્સના ઇનવોઇસ બિલ્સની સહિતના મુદ્દે આઈટી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી  છે.

દરોડા દરમિયાન 1 કરોડ જટેલી રોકડ રકમ પણ મળી આવી છે. કંપનીના 12 લોકર IT વિભાગે સીલ કર્યા છે. હાલ IT વિભાગ દ્વારા સર્વર માંથી ડેટા લેવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં 20 થી વધુ સ્થળો પર IT વિભાગે દરોડા પાડ્યા હતા. બંને કમ્પનીએ ઇન્કમ ટેક્સમાં ગોટાળો કર્યાની આશંકા છે. IT વિભાગે દેશમાં જયપુર, દિલ્હી, મુંબઈ, અમદાવાદમાં 40 થી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. ઓફિસ, ઘર અને ફેકટરીમાં દરોડા
પાડ્યા હતા.

આ પણ વાંચો : કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે કરી બેઠક, મતદાર યાદી સુધારવા, ફરિયાદોનું નિરાકરણ કરવા આપી સૂચના

આ પણ વાંચો : ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો આરોપ, સરકાર ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે, MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ

Published On - 6:25 pm, Tue, 23 November 21