દિવાળી પર્વ પર ફૂલોના ભાવમાં વધારો, ગુલાબનો ભાવ 250 રૂપિયા પહોંચ્યો

|

Nov 03, 2021 | 11:40 PM

દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફુલોના ભાવ તો વધ્યાં છે પણ સામે ઘરાકીમાં તેની કોઈ અસર થઈ નથી. ફુલોના ભાવ વધ્યાં તેમ છતાં લોકો ખરીદી કરી રહ્યાં છે જે વેપારીઓ માટે સારી વાત છે.

દિવાળીના(Diwali) તહેવારમાં ફુલોના ભાવમાં(Flower Price)  પણ વધારો થયો છે. દિવાળીના તહેવારમાં લોકો ઘર કે ઓફિસ સજાવટ માટે અને પૂજા માટે ફુલોની ખરીદી કરતા હોય છે ત્યારે આ વર્ષે દરેક ફુલોના ભાવમાં કિલોએ 60થી 100 ટકા સુધીનો વધારો જોવા મળે છે.

જેમાં ફુલોના ભાવની વાત કરીએ તો ગલગોટા કે જેનો ભાવ સામાન્ય દિવસોમાં 30 રૂપિયા કિલોની  આસપાસ હોય છે તેનો ભાવ અત્યારે 60 રૂપિયા કિલો  છે, તો ગુલાબ કે જેનો ભાવ ચાલુ દિવસોમાં કિલોએ  120 રૂપિયાની આસપાસ હોય છે તેનો ભાવ અત્યારે અઢીસો થી ત્રણસો રૂપિયા કિલો  છે.

જ્યારે  લીલી કે જેનું બંડલ પહેલા 5 રૂપિયામાં મળતું હતું તેનો ભાવ અત્યારે 15 રૂપિયા થઈ ગયો છે.તો સેવંતી કે જેનો ભાવ પહેલા 100 રૂપિયાની આસપાસ હતો તેનો ભાવ અત્યારે 160 રૂપિયાએ પહોંચી ગયો છે. ઈંધણના સતત વધતા ભાવ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ વર્ષે જે વધારે વરસાદ પડ્યો છે તેના કારણે ફુલોના ભાવમાં પણ વધારો થયો છે.

જો કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફુલોના ભાવ તો વધ્યાં છે પણ સામે ઘરાકીમાં તેની કોઈ અસર થઈ નથી. ફુલોના ભાવ વધ્યાં તેમ છતાં લોકો ખરીદી કરી રહ્યાં છે જે વેપારીઓ માટે સારી વાત છે.

 

આ પણ વાંચો : વડોદરા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિરુદ્ધ વિપક્ષ કોંગ્રેસે કામગીરીને લઇને સવાલ ઉઠાવ્યા

આ પણ વાંચો : ત્રિરંગા કાર્યક્રમ આપણા અને સૈન્યના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ : હર્ષ સંઘવી

Next Video