Ahmedabad: અમદાવાદમાં અહી યોજાશે ઓફબીટ કોમેડી શો, જાણો તમામ વિગતો

ઓફબીટ જોક્સ એ એવું સ્ટેન્ડઅપ કોમેડી ઓપન માઈક છે જેમાં અનુભવી કોમેડિયન અને કેટલાક નવા ચહેરાઓ પ્રેક્ષકોની સામે પર્ફોમન્સ કરશે. આ કોમેડી શોમાં 8 થી 10 કોમેડિયન હશે. જે પોતાની વિવિધ મિમિક્રી આર્ટ અને કોમેડી થકી પ્રેક્ષકોનું મનોરંજન કરશે.

Ahmedabad: અમદાવાદમાં અહી યોજાશે ઓફબીટ કોમેડી શો, જાણો તમામ વિગતો
| Edited By: | Updated on: Mar 25, 2023 | 7:08 PM

રવિવારના દિવસે નવરાસની પળોમાં અમદાવાદના લોકો માટે આવી રહ્યું છે ઓફબીટ જોક્સ કોમેડી જે તમારી સાંજ મોજ મસ્તી અને હાસ્યથી ભરી દેશે. હાલના સમયમાં યુવા પેઢીને ગમે તેવા જોક્સ સાથે અમદાવાદમાં આ પ્લેનું આયોજન કરાયું છે.

પ્લેની તારીખ સમય અને સ્થળ

તારીખ 26 માર્ચ 2023ના રોજ રાત્રે 8 કલાકે Misbehaving Beautifully – The studio અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાશે. ફક્ત 99 રૂપિયા જેટલી જ એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં 1 કલાક અને 30 મિનિટ સુધી ઈવેન્ટ ચાલશે. મહત્વનું છે કે 16 વર્ષથી મોટા તમામ લોકો આ ઈવેન્ટમાં જોડાઈ શકે છે.

ઓફબીટ જોક્સ એ એવું સ્ટેન્ડઅપ કોમેડી ઓપન માઈક છે જેમાં અનુભવી કોમેડિયન અને કેટલાક નવા ચહેરાઓ પ્રેક્ષકોની સામે પર્ફોમન્સ કરશે. આ કોમેડી શોમાં 8 થી 10 કોમેડિયન હશે. જે પોતાની વિવિધ મિમિક્રી આર્ટ અને કોમેડી થકી પ્રેક્ષકોનું મનોરંજન કરશે. અમદાવાદમાં એક માત્ર સ્થળ છે જ્યાં આ કાર્યક્રમ સૌથી લાંબો સમય ચાલે છે.

પ્લેમાં હાજર રહેનાર સ્ટેન્ડ-અપ કોમેડિયન

સુનીલ રેગર : સ્ટેન્ડ-અપ કોમેડિયન

લક્ષ નાયક : અમદાવાદના સ્ટેન્ડ-અપ કોમેડિયન

હર્ષિતા દરિયાની : સ્ટેન્ડ-અપ કોમેડિયન

નિસર્ગ અવશિયા : સ્ટેન્ડ-અપ કોમેડિયન

આકાશ સુથાર : સ્ટેન્ડ-અપ કોમેડિયન

રોહિત મેમણ : સ્ટેન્ડ-અપ કોમેડિયન

પાર્થ પાવા : સ્ટેન્ડ-અપ કોમેડિયન