Sputnik vaccine: અમદાવાદમાં પણ લઈ શકાશે રશિયાની સ્પૂતનિક વેક્સિન

Corona Vaccine Sputnik V : અમદાવાદ અને સુરતમાં ખાનગી હોસ્પિટલમાં સ્પૂતનિક (Sputnik ) રસી આપવાનું શરુ થયુ છે. આ રસી મેળવવા માંગનારે, રૂપિયા 1145 ચૂકવવા પડશે.

Sputnik vaccine: અમદાવાદમાં પણ લઈ શકાશે રશિયાની સ્પૂતનિક વેક્સિન
| Edited By: | Updated on: Jul 05, 2021 | 12:39 PM

ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં રશિયાની સ્પૂતનિક વેક્સિન (Sputnik vaccine) આપવાની શરૂઆત થઈ છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ શેલ્બીમાં રશિયાની રસી આપવામાં આવી રહી છે. સ્પૂતનિક રસી (Sputnik vaccine) માટે, કોવિન એપ અથવા તો સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરાવીને લઈ શકાશે. રસી મેળવવા માટે, રૂપિયા 1145 નો દર નક્કી કરવામાં આવ્યા છે. રસી લેનારે, નોંધણી કરાવીને, તેનુ મૂલ્ય ચુકવવુ પડશે.

કોવેક્સિન અને કોવિશિલ્ડ બાદ હવે સ્પુતનિક વેક્સિન મળી રહેશે. અત્યાર સુધી દેશમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ રસી આપવામાં આવતી હતી. હવેથી રસી લેવા ઈચ્છનારને રસીનો ત્રીજો વિકલ્પ પણ મળ્યો છે. જો કે રશિયાની આ સ્પૂતનિક રસી લેવા માટે 1145 ચૂકવવા પડશે. સાથોસાથ કોવીન એપ ઉપર નોંધણી કરાવવી પડશે તેમ હોસ્પિટલના સત્તાવાળાઓનુ કહેવુ છે. રસી લેવા ઈચ્છનાર પાસેથી જે 1145 રૂપિયા લેવામાં આવે છે તેમાં વેક્સિન અને વેક્સિન આપવાનો ખર્ચ સામેલ છે.

Published On - 11:50 am, Mon, 5 July 21