રાજ્યની 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન જ નથી, હાઈકોર્ટ સમક્ષ સરકારની કબુલાત

|

Jun 21, 2022 | 5:47 PM

રાજ્યભરમાં 7 સરકારી શાળાઓ એવી છે કે, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર અથવા તો અન્ય માધ્યમ થકી પાણી પહોંચાડવામાં આવે છે. સાથે સાથે કુલ સરકારી શાળા પૈકી 778 શાળા ભાડાના મકાન અથવા અન્ય વિકલ્પ વ્યવસ્થા કરાઇ હોય ત્યાં ચાલી રહી છે.

રાજ્યની 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન જ નથી, હાઈકોર્ટ સમક્ષ સરકારની કબુલાત
Gujarat Highcourt (File Photo)

Follow us on

રાજ્યની સરકારી શાળાઓ (government School) ને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે હાઈકોર્ટ (High Court) સમક્ષ રાજ્યમાં સરકારી શાળાઓની પરિસ્થિતિની અંગેની વિગતો રજૂ કરી છે. જેમાં કુલ 32 હજાર, 319 જેટલી સરકારી શાળાઓ પૈકી 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન (sports grounds) ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા આ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. એટલું કહી પરંતુ આ શાળાઓ પૈકી રાજ્યભરમાં 7 સરકારી શાળાઓ એવી છે કે, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર અથવા તો અન્ય માધ્યમ થકી પાણી પહોંચાડવામાં આવે છે. સાથે સાથે કુલ સરકારી શાળા પૈકી 778 શાળા ભાડાના મકાન અથવા અન્ય વિકલ્પ વ્યવસ્થા કરાઇ હોય ત્યાં ચાલી રહી છે.

ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ચર્ચાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી બાબતે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુરની વાગલવાડા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ સુવિધાઓથી સજ્જ હોવાની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર વચ્ચે એડવોકેટ જનરલે રાજ્યમાં સરકારી શાળાઓની કેટલીક મહત્વપૂર્ણ બાબતો રજુ કરી જે અંગે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સંતોષ વ્યક્ત કરતા સુઓમોટો અરજીનો નિકાલ થયો છે.

અન્ય એક કેસમાં ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કચ્છ જીલ્લા પ્રશાસનની કામગીરી સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે કોર્ટના હુકમ બાબતે પોલીસ અને કલેકટર કચેરી વચ્ચે યોગ્ય સંકલન થયું ન હતું, જેથી અરજદાર સામે પોલીસે ફરિયાદ નોધાવી હતી. જેમાં કલેક્ટર કચેરીના ચીટનીશની ભૂલ હોવાનું સામે આવ્યું હતું. જેથી કોર્ટે જવાબદાર ચિટનીસ સામે શું પગલા લીધા, શું તેને સસ્પેન્ડ કર્યા કે કેમ ! તે સવાલ પણ હાઇકોર્ટે સરકારને પૂછ્યો છે. કોર્ટે પણ ટકોર કરી આવું જો ડિમોલિશનના કિસ્સામાં બન્યું હોત તો ? જો વ્યક્તિ કામ પર મોડા આવે, તો તેને સસ્પેન્ડ કરવા સુધીનું પણ કાર્ય કરો છો, જ્યારે આ તો કોર્ટનો ઓર્ડર હતો !’

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ મામલે ચીટનીશ દ્વારા ભૂલ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને કોર્ટે ચીટનીશ સામે કાર્યવાહી કરવા માટે પણ કહ્યું હતું. જે અંગે આજે સુનાવણી દરમિયાન જાણ કરાઈ કે ચીટનીશને નોટિસ અપાઇ છે, જેને લઇને કોર્ટે અણગમો વ્યક્ત કર્યો અને ટકોર કરી કે જો કોઈ કર્મચારી અડધો કલાક મોડો આવે, તો તેને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરો છો, જ્યારે આ તો કોર્ટનો ઓર્ડર હતો. આ મામલે મગરના આંસુ ન સારો’

Published On - 5:43 pm, Tue, 21 June 22

Next Article