NAVRATRI : કોમર્શિયલ ગરબા આયોજન પર પ્રતિબંધનો મુદ્દો હાઈકોર્ટમાં પહોચ્યો, જાણો શું કહ્યું હાઇકોર્ટે

|

Oct 06, 2021 | 8:00 PM

અરજદારની રજૂઆત છે કે શેરી ગરબાને છૂટ, તો પાર્ટીપ્લોટને કેમ નહીં? કોમર્શિયલ ગરબા આયોજનને મંજૂરી માટે અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.

AHMEDABAD : રાજ્યની 8 મહાનગરપાલિકામાં કોમર્શિયલ ગરબા આયોજન પર પ્રતિબંધનો મુદ્દો હાઈકોર્ટમાં પહોચ્યો છે.ખાનગી ગરબા આયોજકોએ પ્રતિબંધને હાઈકોર્ટમાં પડકાર્યો છે. અરજદારની રજૂઆત છે કે શેરી ગરબાને છૂટ, તો પાર્ટીપ્લોટને કેમ નહીં? કોમર્શિયલ ગરબા આયોજનને મંજૂરી માટે અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.

આ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આયોજકો કહી રહ્યા છે કે સરકારે લગાવેલા અંકુશનું પાલન કરવા તૈયાર, પણ ગરબાના આયોજનને છૂટ આપવા માટે અરજદારે રજૂઆત કરી છે. સોસાયટી અને શેરીમાં 400 લોકોને છૂટ અપાઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોના વેક્સીનના ડબલ ડોઝ લેનારને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવા સંચાલકોએ તૈયારી દર્શાવી છે.

સુનવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત છે. હાઈકોર્ટે કહ્યું, “આપણે હાલ કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, ત્યારે શું સરકાર છૂટછાટ આપવા માંગે છે કે કેમ? તે અંગે સરકાર ખુલાસો કરે.” આ અંગે વધુ સુનવણી 8 ઓક્ટોબરના રોજ થશે.

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબા પર ગ્રહણ લાગ્યું હતું જે સરકારે હટાવી દીધું છે. હવે શેરી-ગરબાની મંજૂરી સરકારે આપી દીધી છે. સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે, પરંતુ પાર્ટીપ્લોટ અને મોટા આયોજનને મંજૂરી નહી મળતા આયોજકોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે…અમદાવાદ શહેરમાં અંદાજે નાના-મોટા મળી 300 સ્થળ પર ગરબાનું મોટું આયોજન થાય છે…પરંતુ, સરકારે મંજૂરી ન આપતા 25 લાખ લોકોને નુકસાની પહોંચી છે.ત્યારે પાર્ટી પ્લોટ અને ડેકોરેટર્સ સાથે કલાકારોએ SOP સાથે છૂટછાટની માંગ કરી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં નાગરિકો અને ખેડૂતોના હિતમાં વિવિધ નિર્ણયો લેવાયા

આ પણ વાંચો : બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી : સરકારમાં ભલે કપાયા,સહકારમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત

Next Video