બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી : સરકારમાં ભલે કપાયા,સહકારમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત

Bedi APMC Election : બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની કુલ ૧૪ પૈકી 13 માં ભાજપનો વિજય,સંઘની બે બેઠક બિનહરીફ થઇ હતી.

બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી : સરકારમાં ભલે કપાયા,સહકારમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત
Jayesh Radadia's big influence in the election of Bedi APMC

RAJKOT : રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની આગેવાનીમાં બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.આજે બેડી યાર્ડની મતગણતરીમાં કુલ 14 બેઠકો પૈકી 13 બેઠક પર ભાજપની પેનલનો વિજય થયો છે.બે બેઠક બિનહરીફ થઇ છે જેથી બેડી માર્કેટીંગ યાર્ડમાં ભાજપે 15-1 ની સરસાઇ મેળવી છે.જ્યારે સામાપક્ષે ભારતીય કિસાન સંઘનો કારમો પરાજય થયો છે.આ ચૂંટણીમાં એકમાત્ર કોંગ્રેસ પ્રરિત વેપારી પેનલના અતુલ કામાણીનો વિજય થયો છે.જયેશ રાદડિયાએ આ જીતને સહકારી જુથના ખેડાણનું પરિણામ ગણાવ્યું છે.

30 વર્ષના સબંધોના પરીણામે આજે પણ ખેડૂતો અમારા પર ભરોસો મૂકે છે : રાદડિયા
આ અંગે જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે સહકારી ક્ષેત્રે મારા પિતા વિઠ્ઠલભાઇ રાદડિયાનું યોગદાન છે.છેલ્લા 30 વર્ષથી અમે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ અને ક્યારેય હારનો સામનો કરવો નથી પડ્યો.સહકારી ક્ષેત્રે ખેડૂતો અમારા પર ભરોસો કરે છે અને તેના કારણે જ સહકારી ક્ષેત્રે સફળતા મળે છે.મંત્રી બન્યા બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળતા જયેશ રાદડિયાનું રાજકીય કદ વધ્યું છે.

ગોંડલ યાર્ડ પણ જીતીશું : રાદડિયા
જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની સાથે સાથે ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની જવાબદારી પણ જયેશ રાદડિયા પર છે.જયેશ રાદડિયાએ દાવો કર્યો હતો કે બેડી યાર્ડની જેમ ગોંડલ માર્કેટીંગ યાર્ડ કે જે સૌરાષ્ટ્રનું મોટું યાર્ડ છે તેમાં ભાજપ ભવ્ય જીત મેળવશે.

ચેરમેન-વાઇસ ચેરમેનની પસંદગીમાં રાદડિયાની મુખ્ય ભૂમિકા
બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જાહેર થઇ ત્યારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાથી લઇને તેમને જીતાડવા સુધીની જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી.મંત્રી મંડળમાંથી પડતા મૂકાયા હોવા છતા પ્રદેશ ભાજપ મવડી મંડળે તેમના પર વિશ્વાસ મુક્યો હતો.ચાલુ મંત્રી અરવિંદ રૈયાણીના જુથને સાઇડ કરીને જયેશ રાદડિયાની પેનલ પર પ્રદેશ મવડી મંડળે રાદડિયા જુથના નામ પર મ્હોર મારી હતી.હવે યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગીમાં જયેશ રાદડિયાની મહત્વની ભુમિકા સામે આવી શકે છે અને તેઓ જે નામ પર પસંદગી ઉતારે તેના પર પ્રદેશ મવડી મંડળ આખરી મ્હોર મારી શકે છે.

આગામી દિવસોમાં રાજકીય કદ પણ વધી શકે છે
આગામી 2022 ની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીથી લઇને ચૂંટણીના નવા નિયમો અંગે ભાજપ ક્યાં નવા પત્તા ઉતારે છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ જયેશ રાદડિયાના સહકારી ક્ષેત્રના દબદબાથી તેઓનું રાજકીય કદ વધ્યું છે.રાજકોટ જિલ્લાની જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ,જિલ્લા સહકારી બેંક,બેડી માર્કેટીંગ યાર્ડ અને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ જેવી મોટી સહકારી સંસ્થામાં રાદડિયાનો દબદબો છે જેથી આગામી ૨૦૨૨ની ચૂંટણીમાં રાદડિયાનું રાજકીય કદ વધી શકે છે.

આ પણ વાંચો : Banaskantha : અંબાજી મંદિરમાં નવરાત્રિને પગલે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર, ગરબાનો કાર્યક્રમ રહેશે મુલત્વી

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પૂર્વ આરોગ્ય અધિકારીના પ્રવેશ પર કેમ મુકાયો પ્રતિબંધ? કૌભાંડના આક્ષેપો જાણીને ઉડી જશે હોશ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati