National Games: વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સના સમારોહમાં પહોંચ્યા, રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય આયોજન, પીએમએ જીલ્યુ લોકોનું અભિવાદન

|

Sep 29, 2022 | 8:24 PM

National Games: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે. અહીં રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સ્ટેડિયમમાં તેમની કાર સાથે પહોંચેલા પીએમ મોદીએ ઉપસ્થિત સહુ લોકોનું અભિવાદન જીલ્યુ હતુ.

National Games: વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સના સમારોહમાં પહોંચ્યા, રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય આયોજન, પીએમએ જીલ્યુ લોકોનું અભિવાદન
નેશનલ ગેમ્સ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi ) અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 36મી નેશનલ ગેમ્સ (National Games)ના ઉદ્દઘાટન પ્રસંગે પહોંચ્યા છે. રંગારંગ કાર્યક્રમ સાથે  પીએમ મોદીએ 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. અહીં ભવ્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રમતોત્સવના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી છે. અહીં ગરબા સહિત વિવિધ નૃત્યનું આયોજન કરવામાં આવ્યુ છે. શંકર મહાદેવન, કીર્તિદાન સહિતના ગાયક કલાકારો પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા છે અને તેમના સૂરો રેલાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજ સાથેની કારમાં સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી કારમાં રાઉન્ડ લગાવ્યો હતો અને ઉપસ્થિત સહુ ખેલાડીઓ, મહેમાનો દરેકનુ અભિવાદન જીલ્યુ હતુ. . રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં નેશનલ ગેમ્સનો આજથી પ્રારંભ થશે જે 12 દિવસ સુધી ચાલશે. આ રમતોત્સવમાં દેશની 37 ટીમોના 7000 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવ 12 ઓક્ટોબર સુધી ચાલશે જો કે તેનો પૂર્ણાહુતિ સમારોહ 10 ઓક્ટોબરે યોજાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો


આપને જણાવી દઈએ કે પીએમ મોદીના પ્રયાસોના કારણે ગુજરાતને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને યજમાન બનવા લીલી ઝંડી આપી અને માત્ર 100 દિવસની ડેડ લાઈનમાં આયોજન શક્ય બનાવવા તૈયારી કરવા માંડ્યા હતા. PM મોદીએ આ સમગ્ર આયોજનમાં અંગત રસ લઈ આ તૈયારીઓને વેગ આપ્યો હતો. ગુજરાતમાં સૌપ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યુ છે.

વર્ષ 2015માં નેશનલ ગેમ્સ છેલ્લે કેરલમાં રમાઈ હતી. ત્યારબાદ કોરોનાને કારણે બે વર્ષ આયોજન થઈ શક્યુ ન હતુ. આમ સાત વર્ષ બાદ આ ઈવેન્ટ યોજાઈ છે.

ભારતના ઓલિમ્પિક સ્ટાર ક્રિકેટરો અને કલાકારો આ નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન સમારોહમાં મહેમાન બન્યા છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા, બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ, શુટર ગગન નારંગ, જમ્પર અંજુ બેબી જ્યોર્જ, બેડમિન્ટન કોચ અને ભૂતપૂર્વ ઓલ ઈન્ડિયન ચેમ્પિયન પુલેલા ગોપીચંદ, વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, બોક્સર શિવા થાપા, સ્વિમર સાજન પ્રકાશ, તાના પહેલ તિરંદાજ અતાનદાસ, તરૂનદીપ રાય સહિતના વિવિધ ગેમ્સના ખેલાડીઓ આ રમતોત્સવનું આકર્ષણ વધારશે.

Published On - 7:31 pm, Thu, 29 September 22

Next Article