Ahmedabad: LG હોસ્પિટલની AMC મેટ મેડિકલ કોલેજને અપાયુ ‘નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ’ નામ

|

Sep 15, 2022 | 5:22 PM

અમદાવાદ (Ahmedabad) મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. અગાઉ અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં મેયર કિરીટ પરમાર દ્વારા આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

Ahmedabad: LG હોસ્પિટલની AMC મેટ મેડિકલ કોલેજને અપાયુ નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામ
એલ.જી. હોસ્પિટલ
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

અમદાવાદ (Ahmedbad) મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. LG હોસ્પિટલમાં આવેલી મેટ મેડિકલ કોલેજને નરેન્દ્ર મોદીનું (Narendra Modi) નામ અપાયું છે. અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. અગાઉ અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં મેયર કિરીટ પરમાર દ્વારા આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર મેડિકલના અભ્યાસ માટે જવું ન પડે તે હેતુથી આ કોલેજ શરુ કરવામાં આવી છે.

મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતુ કે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રજૂ થયેલુ એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજને “નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ” નામાભિધાન કરવાના કામને મંજૂરી આપવામાં આવી. AMC સંચાલિત શેઠ એલ.જી. જનરલ હોસ્પિટલમાં દર્દીઓના ઉત્તરોત્તર વધારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને સઘન સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે તે સમયે મેડીકલ કોલેજની સ્થાપનાનો વિચાર કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજની વર્ષ 2009માં તેઓના વરદ્હસ્તે સ્થાપના કરવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વર્ષ 2009માં વાર્ષિક 150 એમ.બી.બી.એસ. સીટોથી શરૂ થયેલ એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજમાં હાલમાં વર્ષ 2022માં કુલ 200 એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ તથા 170 એમ.ડી./એમ.એસ. વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે, જેનો સીધો લાભ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને મળી રહે છે. આ મેડીકલ કોલેજની સ્થાપનાનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર મેડિકલના અભ્યાસ માટે જવું ન પડે તેવા ઉમદા વિચાર, દૂરંદેશી, દીર્ઘદ્રષ્ટિ તથા તે માટેના અથાગ પરિશ્રમને જાય છે.

અગાઉ સ્ટેડિયમનું નામ બદલવા પર થયો હતો વિરોધ

અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ હતું. જે મામલે કેટલીક અંશે વિરોધ પણ થયો હતો. ફરી એક વખત ભાજપ દ્વારા એલજીની મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી કોલેજ આપવામાં આવ્યુ છે. આ બાબતનો વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આ બાબતનો વિરોધ કરતા જણાવવામાં આવ્યું કે કોઈ એક વ્યક્તિને ખુશ કરવા માટે તેમના નામથી કોલેજ અને સ્ટેડિયમ નક્કી કરવામાં આવે તે યોગ્ય ન કહેવાય માટે આ બાબતે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે.

Next Article