ગુજરાત-મહારાષ્ટ્રના (Gujarat) આકાશમાં જોવા મળેલ ભેદી પદાર્થ (Space Object) ઉલ્કાપિંડ નહીં, પરંતુ ચીની રોકેટ હતું. આ દાવો કર્યો છે અમેરિકી (Scientist)વૈજ્ઞાનિક જોનાથન મેકડોવલે. અમેરિકી વૈજ્ઞાનિકે ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે ચીને 2021ના ફેબ્રુઆરી માસમાં રોકેટ છોડ્યું હતું. જે પૃથ્વી તરફ પરત ફરતી વખતે વાતાવરણના સંપર્કમાં આવતા સળગી ઉઠ્યુ હતું. જોકે ભારત સરકારે આ મુદ્દે હજુ સુધી સત્તાવાર કોઇ જાણકારી નથી આપી.
ગઈકાલે રાત્રે એક એવી ખગોળીય ઘટના ઘટી કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. રાત્રે 8 વાગ્યાની આસપાસ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક સ્થળો પર આકાશમાં ઉલ્કાપિંડ જેવો ચમકતો પદાર્થ પસાર થયો. જે થોડી જ વારમાં અદ્રશ્ય થઈ ગયો. આ અવકાશી નજારો જોવા માટે લોકો અગાશી પર પહોંચી ગયા. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થયો.
જોકે, ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. આ સંજોગોમાં આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રીસ એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. પ્રથમ નજરે આ આગનો ગોળો કોઈ ઉલ્કાપિંડ જેવો લાગતો હતો. રાજ્યના જાણીતા વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આશંકા વ્યક્ત કરી હતી કે આ કોઇ તૂટેલા સ્પેશનો ભાગ હોઇ શકે છે. અને આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતના અનેક શહેરોના આકાશમાં અવકાશીય પદાર્થ દેખાયો હતો.અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ, મહેસાણા, ડાંગ, મહુવામાં આ અવકાશીય પદાર્થ જોવા મળ્યો હતો. પહેલા તો કેટલાક લોકોને નવા વર્ષની આતશબાજી લાગી, કેટલાક લોકોને ખરતો તારો લાગ્યો,, તો કેટલાક લોકો કઈ સમજી ન શકતા ડરી ગયા હતા. વિવિધ સ્થળે 30 સેકન્ડથી લઈને 45 સેકન્ડ સુધી જોવા મળેલા આ આકાશી દ્રશ્યોને જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. અને જુદા-જુદા અનુમાનો લગાવવા લાગ્યા હતા. ત્યારે જોવાનુ એ રહે છે કે ભારત કે ગુજરાત સરકાર અમેરિકન વૈજ્ઞાનિકના દાવા અને ભેદી પદાર્થ મુદ્દે શું ખુલાસો કરે છે.
આ પણ વાંચો :Jamnagar: કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ CMના આશીર્વાદ લેતા તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ, કરી આ સ્પષ્ટતા
આ પણ વાંચો :Kutch: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને CSR કામગીરી હેઠળ દિવ્યાંગોને સહાયક ઉપકરણોનુ નિ:શુલ્ક વિતરણ કર્યું