Monsoon 2022: આગામી પાંચ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, 23, 24 અને 25 જુલાઇએ ભારે વરસાદની આગાહી

|

Jul 23, 2022 | 9:12 AM

પાંચ દિવસ ગુજરાતમાં (Gujarat) ભારેથી અતિભારે વરસાદ (Rain) થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 23, 24 અને 25 જુલાઈએ ભારે વરસાદની આગાહી (heavy rain forecast) કરી છે, જે બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ છે.

Monsoon 2022: આગામી પાંચ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, 23, 24 અને 25 જુલાઇએ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી

Follow us on

રાજ્યભરમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) શરુઆતથી જ સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 23, 24 અને 25 જુલાઈએ ભારે વરસાદની આગાહી (heavy rain forecast) કરી છે. જે બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 26 જુલાઇએ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીયે તો આવતીકાલથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. 23, 24 અને 25 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ રહેશે. તો અમદાવાદ અને ગાંધીનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના

હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ નાગરિકોને પણ દરિયાકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી માહોલ વરસાદી (Monsoon 2022) બન્યો છે. નદીઓમાં પાણી પણ નવા આવ્યા છે અને જળાશયોની સપાટીમાં પણ નોંધપાત્ર વઘારો થયો છે. આ દરમિયાન આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ અગમચેતીના પગલા સ્વરુપે તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ માટે રાજ્ય સરકારના તંત્ર તરફથી જિલ્લામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક સાબરકાંઠા જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે.

Published On - 4:11 pm, Fri, 22 July 22

Next Article