Monsoon 2022: રથયાત્રામાં ભક્તોને ભીંજવશે મેઘરાજા, અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી

|

Jun 30, 2022 | 9:23 AM

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી છૂટોછવાયો અને સામાન્ય વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગે (Department of Meteorology) કરી છે. તો 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યારે 1 જુલાઈ બાદ ભારે વરસાદ થવાની સંભાવના છે.

Monsoon 2022: રથયાત્રામાં ભક્તોને ભીંજવશે મેઘરાજા, અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી
Gujarat Weather (symbolic Image)

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022)  આગળ વધી રહ્યુ છે. રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી (Weather forecast) કરી છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડશે. આગાહી છે કે 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે. રથયાત્રાના દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસશે. રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો. એટલે કે હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે.

રથયાત્રામાં ભકતોને ભીંજવશે મેઘ

આ તરફ રથયાત્રા દરમિયાન પણ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જુલાઈના રોજ સામાન્ય વરસાદ રહેશે, સાથે જ પવનની ગતિ પણ સામાન્ય જ રહેશે. એટલે કે રથયાત્રા દરમિયાન ભક્તોને ગરમી સહન નહીં કરવી પડે. રથયાત્રા દરમિયાન ભક્તો વરસાદથી ભીંજાઇને પાવન થશે.

5 દિવસ છુટો છવાયો વરસાદ રહેશે

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી છૂટોછવાયો અને સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યારે 1 જુલાઈ બાદ ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી 1 જુલાઈ સુધી વરસાદ વરસશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article