
હવામાન વિભાગની આગાહીના (Rain Forecast) પગલે વરસાદની (Rain) વધુ એક ઈનિંગ શરૂ થઈ છે.આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગત મોડી સાંજે અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.અમદાવાદના ઈસ્કોન (Iscon) ચાર રસ્તા નજીક વીજળી પડી હતી. ધોધમાર વરસાદ સાથે કડાકાભેર વીજળી પડી હતી.વીજળી (Lighting Strike) પડવાના ચોંકાવનારા લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા.
મેઘરાજાની તોફાની ઈનિંગથી એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે,જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીથી મોત થયાની બે ઘટના સામે આવી.વઢવાણ-વાડલા રોડ પર વીજળી પડતા એક યુવાન મોતને ભેટ્યો.તો બીજી તરફ કોઠારીયા ગામે વીજળી પડતા 17 વર્ષીય સગીરનું મોત થયુ છે.દાહોદના (Dahod) ઝાલોદ તાલુકાના ચણાસર,પાવડી અને કાળીગામ ગામે વીજળી પડતા ત્રણ ગામમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યુ.
તો ગાંધીનગરના દહેગામમાં ભારે વરસાદથી (Heavy rain) જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં પણ વિજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેર અને ગ્રામ્યમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી.ખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના (Devbhoomi dwarka) ખંભાળીયામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.. કચ્છના અંજારમાં પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસતાઅનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી.
Published On - 9:46 am, Sun, 11 September 22