રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાત (Gujarat) પર મેઘરાજાની કૃપા વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (Western Disturbance) કારણે અમદાવાદ (Ahmedabad) શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે. જ્યારે પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ થઈ શકે. આ સિવાય આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડાલી અને આસપાસના વિસ્તારોમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. વડાલીના કડિયાદરા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. તો અરવલ્લીના ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભિલોડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલછા, માંકરોડા, ખલવાડ સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ભિલોડા સ્ટેટ બેન્ક વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે લીલછા ગામના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે.