ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જનાધાર વધારવા ગુજરાત કોંગ્રેસે(Congress)બંધનો સહારો લીધો. આજે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસે બંધનું(Bandh)એલાન આપ્યું હતું. જેમાં સવારે 8 થી 12 વાગ્યા સુધીના સાંકેતિક બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ નેતાઓ બંધને સફળ બનાવવા રસ્તા પર ઉતર્યા જો કે અનેક જગ્યાઓ પર બજારો રોજિંદા જોવા મળ્યા છે. મોંઘવારી, ધંધા-વેપાર અને આર્થિક વ્યવસ્થા સાહિતબ મુદ્દાઓને લઈ કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.. સવારે 8 થી 12 ના બંધને સફળ બનાવવા માટે NSUI-યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સવારની કોલેજો બંધ કરાવી શરૂઆત કરી હતી.. અમદાવાદ પૂર્વમાં આવેલી કોલેજો અને યુનિવર્સીટી વિસ્તારમાં આવેલ કોલેજો બંધ કરવાની સાથે બંધ સફળ બનાવવા પ્રયાસો શરૂ થયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નરોડા, બાપુનગર, ઘી કાંટા વિસ્તારમાં સ્થાનિક અગ્રણીઓ અને ધારાસભ્યો સાથે રસ્તાઓ પર ઉતરી જનતાને બંધ માટે અપીલ અને બંધ પાળનારનો આભાર માનતા જોવા મળ્યાં હતા.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની કોલેજો, બાપુનગર ચાર રસ્તા વિસ્તાર, ઘીકાંટા, દાણીલીમડા, જમાલપુર, સહિત અમદાવાદ પૂર્વના મોટાભાગના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ જ્યાં જ્યાં બંધ કરાવવા માટેના પ્રયત્નો કર્યા ત્યાં તેની અસર જોવા મળી હતી.. કોંગ્રેસે સાંકેતિક બંધ આપ્યું હોવાથી સામાન્ય સંજોગોમાં જે બજારો 10 વાગ્યા બાદ ખુલતા હોય છે એના વેપારીઓએ થોડા મોડા બજાર ખોલવાનું પસંદ કર્યું હતું.. ઘી કાંટા વિસ્તારમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલઝ ગ્યાસુદ્દીન શેખ ની પોલીસે અટકાયત કરી તો સીજી રોડ પર કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
આ બંધ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજ્યના નાના વેપારી અને ઉદ્યોગપતિઓએ કોંગ્રેસના બંધને સહકાર આપ્યો છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે, લોકોની આવકમાં વધારો નથી થઇ રહ્યો ત્યારે બેરોજગારો, મોંઘવારીથી ત્રસ્ત લોકોને અવાજ લઇ કોંગ્રેસ નીકળ્યું છે ત્યારે તમામ લોકોએ સહકાર આપ્યો છે.ભાજપે વેપારીઓને બંધ ને સહકાર નહીં આપવા ચીમકી આપી હતી.
Published On - 5:03 pm, Sat, 10 September 22