સ્માર્ટ સિટી અમદાવાદમાં બ્રિજ નિર્માણમાં સામે આવી પોલંપોલ, છ માસથી બંધ બ્રિજને લઇને સામે આવ્યો આ રિપોર્ટ

અમદાવાદમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મહારાજ છત્રપતિ શિવાજી છેલ્લા છ મહિનાથી ઓવરબ્રિજ બંધ છે. જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં હાટકેશ્વરમાં 563 મીટરનો છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ વર્ષ 2017 ચૂંટણી પૂર્વે ખુલ્લો મુકાયો હતો. જ્યારે આ ના અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. એક રિપોર્ટ પ્રમાણે આ બ્રિજની ક્ષમતા માત્ર 20 ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું છે

સ્માર્ટ સિટી અમદાવાદમાં બ્રિજ નિર્માણમાં સામે આવી પોલંપોલ, છ માસથી બંધ બ્રિજને લઇને સામે આવ્યો આ રિપોર્ટ
Mismanagement came up in bridge construction in Ahmedabad
| Edited By: | Updated on: Feb 28, 2023 | 4:53 PM

અમદાવાદમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મહારાજ છત્રપતિ શિવાજી છેલ્લા છ મહિનાથી ઓવરબ્રિજ બંધ છે. જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં હાટકેશ્વરમાં 563 મીટરનો છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ વર્ષ 2017 ચૂંટણી પૂર્વે ખુલ્લો મુકાયો હતો. જ્યારે આ ના અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. એક રિપોર્ટ પ્રમાણે આ બ્રિજની ક્ષમતા માત્ર 20 ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું છે.આ દરમિયાન પરિવહનમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો અનિચ્છનીય પરિણામો પણ સામે આવી શક્યા હોત.

20  ફેબ્રઆરીથી દરરોજ સતત બ્રિજની  હકીકત દર્શાવતો અહેવાલ Tv9એ પ્રસારિત કર્યો

છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આના પરથી હજારો વાહનો, પ્રાઈવેટ અને હેવી તથા લાઈટ વાહનો પસાર થતા હતા.જો કે હવે આના સમારકામને લઈને બ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ છે. TV 9 દ્વારા 3 મહિનામાં 5 વખત અહેવાલ પ્રસારિત કરાયો હતો. 20 ફેબ્રઆરીથી દરરોજ સતત બ્રીજની હકીકત દર્શાવતો અહેવાલ Tv9એ પ્રસારિત કર્યો હતો.

  મ્યુનિસિપલ  અધિકારીઓએ રિપોર્ટ દબાવી દીધો હતો

સમગ્ર મામલે વિપક્ષે કહ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને KCT અને CIMEC નામની બે લેબોરેટરી પાસે હાટકેશ્વરના બ્રિજનું સોલિડ એન્ટ મરીટીરયલનું ટેસ્ટિંગ કરાવ્યું હતું. સપ્ટેમ્બર 2022માં જ રિપોર્ટ આવ્યો જેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે જ બ્રિજ પાંચ વર્ષમાં બંધ કરી દેવો પડ્યો છે. જોકે ચૂંટણી હોવાના કારણે લોકોનો વિરોધ ન થાય અને મામલો વધુ ન બગડે એટલે શાસક પક્ષના કહેવાથી  મ્યુનિસિપલ  અધિકારીઓએ રિપોર્ટ દબાવી દીધો હતો.

કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ  અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વિપક્ષની માગ

વિપક્ષ દ્વારા સમગ્ર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ અને અન્ય તમામ કામો માટે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને જવાબદાર મ્યુનિ. અધિકારીને પણ સસ્પેન્ડ કરવાની માગણી કરાઈ છે. ચૂંટણી હોવાથી બ્રિજના હલકી ગુણવત્તાના મટિરિયલ્સનો રિપોર્ટ દબાવી દીધો’ તથા 2022માં જ બોગસ મટિરિયલનો રિપોર્ટ આવ્યો છતાં તંત્ર ગંભીર ન થયું. તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ  અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વિપક્ષની માગ છે.

તેમાં બ્રિજમાં M 45 ગ્રેડના બદલે M 25 ગ્રેડનો કોંક્રિટ વપરાયો છે.હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં બ્રિજમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો ખુલાસો થવા પામ્યો છે. તેમજ CIMEC લેબમાં કોંન્ક્રીટનો પ્રાઇમરી રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો.

ચૂંટણી હોવાના કારણે શાસક પક્ષ દ્વારા બ્રિજના લેબોરેટરીના રિપોર્ટ દબાવી રખાયા

બ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રા.લી અને ઇન્સપેસક્શન કરનાર પંકજ એમ પટેલ કન્સ્લટીંગ એન્જી.પ્રા.લી તેમજ કામગીરી માં બેદરકારી દાખવનાર AMC ના જવાબદાર અધિકારી સામે જ્યાં સુધી કડક પગલાં લેવામાં આવશે નહીં ત્યાં સુધી tv9 પ્રજાના આ મુદ્દાને વાચા આપશે