Ahmedabad: MICAમાં રેકોર્ડબ્રેક 100 ટકા પ્લેસમેન્ટ, સૌથી વધુ 57.51 લાખનું વાર્ષિક પેકેજ, ટોચના 50 ટકા વિદ્યાર્થીઓએ વાર્ષિક સરેરાશ 24.15 લાખ CTC મેળવ્યા

|

Mar 02, 2022 | 2:55 PM

પ્લેસમેન્ટમાં 208 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં 45 ટકા છોકરાઓ અને 55 ટકા છોકરીઓ હતી. જેમાંથી 46.5 ટકા વિદ્યાર્થીઓ એન્જીનીયર, 17.2 ટકા મેનેજમેન્ટ, 16.7 ટકા કોમર્સ ગ્રેજ્યુએટ, 10.7 ટકા સાયન્સ અને 8.8 ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને ડિઝાઇન સાથે સંકળાયેલા છે.

Ahmedabad: MICAમાં રેકોર્ડબ્રેક 100 ટકા પ્લેસમેન્ટ, સૌથી વધુ 57.51 લાખનું વાર્ષિક પેકેજ, ટોચના 50 ટકા વિદ્યાર્થીઓએ વાર્ષિક સરેરાશ 24.15 લાખ CTC મેળવ્યા
MICAમાં રેકોર્ડબ્રેક 100 ટકા પ્લેસમેન્ટ થયું

Follow us on

અમદાવાદ (Ahmedabad)ની ઉચ્ચ શિક્ષણ સંસ્થા MICAની PGDM-Cની બેચમાં 100 ટકા પ્લેસમેન્ટ (placement)  થયું છે..પ્લેસમેન્ટમાં 2021થી સ્થાનિક પેકેજ (package) માં 16 ટકાનો વધારો થયો છે. 77 કંપનીઓએ MICAના પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. પ્લેસમેન્ટમાં ભાગ લેનાર કંપનીઓમાં 58 ટકા નવી કંપનીઓ છે. પ્લેસમેન્ટમાં 208 વિદ્યાર્થીઓ (students) એ ભાગ લીધો હતો જેમાં 45 ટકા છોકરાઓ અને 55 ટકા છોકરીઓ હતી. જેમાંથી 46.5 ટકા વિદ્યાર્થીઓ એન્જીનીયર, 17.2 ટકા મેનેજમેન્ટ, 16.7 ટકા કોમર્સ ગ્રેજ્યુએટ, 10.7 ટકા સાયન્સ અને 8.8 ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને ડિઝાઇન સાથે સંકળાયેલા છે. જેમાંથી આઇટી સેકટર દ્વારા 94 વિદ્યાર્થીઓ, એનલિસ્ટિક અને કન્સલ્ટિંગ સેક્ટર દ્વારા 39, મીડિયા અને એડવર્ડટાઇઝિંગ સેક્ટર દ્વારા 27 અને FMCG સેક્ટર દ્વારા 25 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરવામાં આવી.

પ્લેસમેન્ટમાં દેશ-વિદેશની જાણીતી મલ્ટી નેશનલ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં એમેઝોન, અમુલ, એટલાસીયન, ડેલોઈટ, ટાટા સ્ટીલ, ફ્લિપકાર્ટ, ગૂગલ, હીરો મોટોકોર્પ, HT મીડિયા, કલેવર ટેપ, ITC, ICICI બેન્ક, કોટક બેન્ક, લોરીયલ, રોયલ એનફીલ્ડ, ટાટા કન્ઝ્યુમર, ટાઈટન, વાયાકોમ 18, શાઓમીનો સમાવેશ થાય છે. જ્યારે જ્યારે કોકા કોલા, માઈક્રોસોફ્ટ, બેનેટ એન્ડ કોલેમન, એકચેનચર, પેટીએમ, શિન્ડલર, દાલમિયા ભારત, વિપ્રો, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક સહિતની નવી કંપનીઓએ પ્રથમ વખત પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. આ પ્લેસમેન્ટમાં 58 ટકા નવી કંપનીઓએ ભાગ લીધો હતો.

પ્લેસમેન્ટમાં વિવિધ કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓને કન્ટેન્ટ ડિઝાઇનર, સેલ્સ ઓપરેશન પ્રોગ્રામ મેનેજર, ડીઝીટલ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ્ટ, પ્રોડક્ટ મેનેજર, કેમ્પેઇન મેનેજર અને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ, આસિસ્ટન્ટ મેનેજર ગ્રોથ એન્ડ સ્ટ્રેટેજી, કસ્ટમર સક્સેસ મેનેજર, ડીઝીટલ માર્કેટિંગ મેનેજર, અકાઉન્ટ મેનેજર, બ્રાન્ડ એન્ડ સોસીયલ મીડિયા મેનેજર તરીકે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં ઓફર કરવામાં આવી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રના કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુંની આત્મહત્યા, આત્મહત્યા પાછળ અમદાવાદનું ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

આ પણ વાંચોઃ Ahmedabad: કેનેડામાં જનારા વિદ્યાર્થીઓનું વીઝા રિજેક્શન વધ્યું, જાણો શા માટે અને કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યુ

Published On - 2:51 pm, Wed, 2 March 22

Next Article