
અમદાવાદ માં શરૂ કરાયેલી મેટ્રો રેલ લોકો માટે ટ્રાન્સપોર્ટેશનનું એક સરળ અને સીધું માધ્યમ બની રહ્યું. અને તેમાં પણ ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ન પડે માટે મેટ્રો રેલ દ્વારા ક્રિકેટ સમયે રાત્રે ટ્રેનનો સમય લંબાવય છે. જેથી ક્રિકેટ ચાહકનો સરળતા રહે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં જે વર્લ્ડ કપની મેચ રમાઈ તે સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ મુસાફરી કરતા મેટ્રો વિભાગ ને સારી એવી આવક પણ થઈ છે.
19 નવેમ્બરે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે મેટ્રો રેલના આ રેકોર્ડ તૂટવાની પણ શક્યતા છે. કારણ કે ફાઈનલ મેચને લઈ અહીં ક્રિકેટ રસીકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડશે. વાહન લઈને આવીને પાર્કિંગને સમસ્યાને નિવારવા પણ ક્રિકેટ રસીકો મેટ્રો રેલનો ઉપયોગ કરતા હોય છે.
વર્લ્ડ કપ મેચ હોય કે પછી કોઈ તહેવાર હોય જ્યારે અમદાવાદીઓ બહાર નીકળતા હોય છે. તેમને ટ્રાન્સપોર્ટેશન નું સારું સાધન મળી રહે તેની ચિંતા સરકાર કરતી હોય છે. અને માટે જ આવા સમયે સરકાર દ્વારા મેટ્રો રેલ ના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. જેથી કરીને મોડા સુધી અમદાવાદ વાસીઓને ટ્રાન્સપોર્ટેશન નું સાધન મળી રહે અને તેઓ પોતાના નિશ્ચિત સ્થળ પર પહોંચી શકે.
જ્યારે વર્લ્ડ કપ મેચ ની શરૂઆત થઈ ત્યારથી જ સરકાર દ્વારા ક્રિકેટ પ્રેમીઓને વધુ સુવિધા મળી રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો. તેમજ ક્રિકેટ પ્રેમીઓ વાહન લઈને આવે અને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે અભિગમને પણ ધ્યાને રાખવામાં આવ્યું. અને આ બાબતને ધ્યાને રાખીને સરકાર દ્વારા મેચ સમય મેટ્રો રેલના સમયમાં વધારો કરવામાં આવ્યો.
જેમાં જે મેટ્રો સવારે 6.20 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી દર 12 મિનિટ ચાલતી મેટ્રો ટ્રેનનો સમય મેચ દરમિયાન રાત્રે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો. જેથી ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ક્રિકેટ પ્રેમીઓ મેટ્રો ટ્રેનમાં બેસીને પોતાના ઘરે પહોંચી શકે. 19 નવેમ્બરે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે પણ સરકાર અને મેટ્રો રેલ દ્વારા આ જ અભિગમ અપનાવવામાં આવ્યો છે. કે જેમાં મેટ્રો રેલ સવારે 6.20 થી શરૂ કરીને રાત્રે 1:00 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. દર 12 મિનિટ કે તેના ઓછા સમયમાં લોકોને મેટ્રો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. જેથી મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ના પડે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈલન સહિત કુલ 5 મેચનું આયોજન કરાયું. 5 ઓક્ટોબરે પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ અને ફાઇનલ મેચ પણ આ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પહોંચવા ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી સરળ ટ્રાન્સપોર્ટેશન તરીકે મેટ્રો ટ્રેન રહ્યુ. જે ચાર મેચ દરમિયાન મેટ્રો રેલને કુલ 60 લાખ આવક થઈ હતી. જેમાં 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સૌથી વધુ 1,12,594 લોકોએ મુસાફરી કરતા મેટ્રોને 20,27,167 રૂપિયાની આવક થઈ હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:19 pm, Fri, 17 November 23