અમદાવાદમાં IT નું મેગા ઓપરેશન,ચિરીપાલ ગ્રુપના 35 થી 40 જગ્યા પર દરોડા

|

Jul 20, 2022 | 10:23 AM

અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા પાડીને ITએ તપાસ શરૂ કરી છે.કુલ 150 અધિકારીઓ દરોડાની (IT Raid) કામગીરીમાં જોડાયા છે.

અમદાવાદમાં IT નું મેગા ઓપરેશન,ચિરીપાલ ગ્રુપના 35 થી 40 જગ્યા પર દરોડા
IT raids on chiripal group

Follow us on

અમદાવાદ (Ahmedabad) ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન(mega opreation) હાથ ધર્યું છે.ચીરિપાલ ગ્રુપ પર IT ના દરોડા પડ્યા છે.મહત્વનું છે કે,ટેક્ષટાઇલ અને શિક્ષણ સાથેના વ્યવસાયમાં ચિરીપાલ ગ્રુપ (Chiripal group) સંકળાયેલ છે. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરીપાલ,બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા પાડીને ITએ તપાસ શરૂ કરી છે.તમને જણાવી દઈએ કે, 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે.આ દરોડા દરમિયાન દસ્તાવેજ અને ઈલેક્ટ્રોનિક પુરાવા એકત્રિત કરાશે. આ તપાસ પૂર્ણ થયા બાદ કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.

 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

AGL પર ઇન્કમટેક્સ ત્રાટક્યું

થોડા દિવસો અગાઉ ગુજરાતમાં એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ (AGL) પર ઈન્કટેકસના દરોડા (IT Raid)પડ્યા હતા. કંપનીના અલગ- અલગ 40 લોકેશન પર ઈન્કટેકસ વિભાગના અધિકારીઓએ સર્ચ દરમ્યાન મહત્વના ડોક્યુમેન્ટ અને વધુ 5 કરોડ રૂપિયાની રોકડ(Cash)જપ્ત કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગની ત્રીજા દિવસની કાર્યવાહીમાં કુલ 20 કરોડની રોકડ મળી આવી હતી. સાથે જ અત્યાર સુધીમાં કંપનીના 25 લોકર સર્ચ દરમ્યાન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી 5 કરોડની રકમ અંગે કંપનીના માલિકોને પૂછતા રકમ અંગે કોઈ ખુલાસો કરી શક્યા ન હતા જેને કારણે અપ્રમાણસર મિલકત તરીકે આ રકમને સીઝ કરવામાં આવી હતી. સાથે જ મોટા પ્રમાણમાં દસ્તાવેજી તેમજ ડિજિટલ પુરાવા પણ ઈન્કમટેકસ વિભાગના (Income Tax Department)અધિકારીઓને મળ્યા હતા.

 

Published On - 9:23 am, Wed, 20 July 22

Next Article