GUJARAT : 3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ, આ રીતે કરો તમારા બાળકનું રજીસ્ટ્રેશન

|

Jan 02, 2022 | 10:26 AM

vaccination for children : 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-19ને કોરોના વેક્સિન અપાશે

GUJARAT : 3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ, આ રીતે કરો તમારા બાળકનું રજીસ્ટ્રેશન
Mega drive of vaccination for children in Gujarat will start from January 3

Follow us on

જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશે.

AHMEDABAD : રાજ્યમાં 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-19ને કોરોના વેક્સિન અપાશે. રાજ્યમાં કુલ આશરે 35 લાખથી 36 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના જ અઢી લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવશે.

રસીકરણ માટે અલગ-અલગ સેશન
3 જાન્યુઆરીથી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થીના રસીકરણ માટે અલગ-અલગ સેશન ગોઠવાશે. શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

શાળામાં પણ વિદ્યાર્થીનું રસીકરણ
શાળામાંથી વેક્સિન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું શાળામાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન ?
રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં CoWIN એપ પર જાઓ. ત્યારબાદ તરૂણનું નામ ઉંમર સહિતની માહિતી લખો. તમારા રહેણાંક વિસ્તારનો પિનકોડ નાખો. રસીકરણ સેન્ટરના લીસ્ટમાંથી કેન્દ્રની પસંદગી કરો. ત્યારાબાદ વેક્સિનેશનની તારીખ, સમય અને વેક્સિનને સિલેક્ટ કરો.

રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મોબાઇલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમેનક્કી કરેલી તારીખે સેન્ટર પર જઈ વેક્સિનેશન કરાવી શકશે. ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી નોંધણી કરી શકાશે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાશે. વિદ્યાર્થી પોતાના સ્કૂલ આઇડીનો પણ ID પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે.

ઓળખપત્ર ન હોય તો પણ રજીસ્ટ્રેશન થશે
જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશે…કિશોર તેમના માતા-પિતાના મોબાઇલ નંબરના આધારે પણ રસી માટે નોંધણી કરાવી શકે છે.. મિત્ર કે શાળાના આચાર્યના નંબરથી પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ પણ વાંચો : પશ્ચિમ અમદાવાદ ફરી બન્યું હોટસ્પોટ: રાજ્યના 44% અને શહેરના 85% કેસ પશ્ચિમમાંથી, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ

આ પણ વાંચો : ખેડૂતોના માથે ફરી માવઠાનો માર: આ તારીખે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

Next Article