ગુજરાત ATS અને DRIએ મળીને સંયુક્ત ઓપરેશનમાં 200 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોલકાતા પોર્ટ પરથી મળેલા કન્ટેનરમાં હેરોઈન હોવાની બાતમી ગુજરાત ATSને મળી હતી અને આ બાતમીના આધારે ATSએ DRIની સાથે મળી આ ઓપરેશન પાર પાડ્યુ છે. કોલકાતા (Kolkata)ના એક પોર્ટ પર કન્ટેનરમાં ડ્રગ્સ હોવાની ગુજરાત ATSને બાતમી મળી હતી. જેમા ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમા 200 કિલોનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યુ છે. જો કે આ હેરોઈન ક્યાંથી આવ્યુ હતુ અને કોને મોકલવાનુ કાવતરુ હતુ તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે.
ગુરુવાર રાતથી જ કોલકાતાના એક પોર્ટ પર ડ્રગ્સ અંગેની રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગુજરાત ATSને બાતમી મળી હતી કે એક સ્ક્રેપનું કન્ટેનર કોલકાતાના પોર્ટ પર ઉતારવામાં આવ્યુ છે અને લગભગ ફ્રેબ્રુઆરી મહિનાથી આ કન્ટેનર કોલકાતાના પોર્ટ પર મુકવામાં આવ્યુ હતુ. જેમા ગઈકાલે એટલે કે ગુરુવારે સાંજે DRI સાથે ગુજરાત ATSએ તપાસ કરી હતી. જેમા સામે આવ્યુ કે મળી આવેલ 200 કિલો હેરોઈન ભારતમાં અલગ અલગ જગ્યાએ મોકલવાનુ હતુ.
મળતી વિગતો અનુસાર હેરોઈનનો જથ્થો દુબઈથી લાવવામાં આવ્યો હતો. જેમા સ્ક્રેપના નામે કન્ટેનરમાં હેરોઈન મોકલવામાં આવ્યુ હતુ અને કોલકાતા પોર્ટ ઉપર કન્ટેનર મોકલવામાં આવ્યુ હતુ. કેટલાક આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ કન્ટેનર કોણે મગાવ્યુ હતુ. જો કે કન્ટેનરની ડિલિવરી લેવા કોઈ ન આવતા કન્ટેનર મગાવનારા લોકોની પણ ગુજરાત ATSએ તપાસ હાથ ધરી છે. ઉપરાંત સેન્ટ્રલ એજન્સી DRI પણ આ તપાસમાં જોડાઈ છે. હાલ ગુજરાત ATS અને DRI સંપૂર્ણ ઓપરેશન પૂર્ણ કર્યુ છે. સમગ્ર મુદ્દામાલની ગણતરી કરી સિઝ કરી લેવામાં આવ્યો છે. ગુપ્ત રીતે ઓપરેશન ચાલી રહ્યુ છે.
ગુજરાતના DGP આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ કેન્ટેનરની સંપૂર્ણ તપાસ દરમિયાન કુલ 7,220 કિલો મેટલ સ્ક્રેપ મળી આવ્યો હતો. કન્ટેનરમાં કુલ 36 ગિયરબોક્સ હતા. જે પૈકી 12 ગિયર બોક્સમાં વ્હાઈટ ઈન્કથી માર્કિંગ કરેલુ હતુ. એ 36 પૈકી માર્કિંગ કરેલા 12 ગિયરબોકસના નટ બોલ્ટ ખોલી તપાસ કરવામાં આવતા તેમાથી હેરોઈનના પેકેટ્સ મળી આવ્યા હતા. જે કુલ મળીને 72 પેકેટ્સ હતા. જેનુ કુલ વજન 39.5 કિલોગ્રામ થાય છે અને 200 કરોડ જેટલી તેની કિંમત છે. ગુજરાત ATS અને ગુજરાત DRIએ સંયુક્ત રીતે સફળતાપૂર્વક ઓપરેશન ગિયરબોક્સ પાર પાડ્યુ છે. હજુ પણ આ ઓપરેશન શરૂ છે અને હજુ અન્ય ગિયરબોક્સ છે તેને ખોલીને સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યુ છે.
ઈનપુટ ક્રેડિટ- મિહિર ભટ્ટ, અમદાવાદ
Published On - 5:48 pm, Fri, 9 September 22