IIM-અમદાવાદમાં ભણેલા અજય બંગા બન્યા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ

|

May 04, 2023 | 2:41 PM

ભારતમાં જન્મેલી વ્યક્તિને પ્રથમ વાર વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટનો હોદ્દો મળ્યો છે. Ajay Banga જૂનના પ્રથમ સપ્તાહથી નવો હોદ્દો સંભાળે તેવી શક્યતા છે.

IIM-અમદાવાદમાં ભણેલા અજય બંગા બન્યા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ
Maharashtra-Born Ajay Banga To Take Over As President Of World Bank on June 2

Follow us on

એક ભારતવંશીને વૈશ્વિક સ્તરે મોટી જવાબદારી મળવા જઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળના અજય બંગાને વિશ્વ બેંકના આગામી પ્રમુખ તરીકે નામાંકિત કર્યા છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી63 વર્ષીય બંગા અમેરિકન નાગરિકત્વ ધરાવે છે અને અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટિકના વાઈસ ચેરમેન તરીકે કાર્યરત છે. તેઓ પાર્ટનરશિપ ફોર સેન્ટ્રલ અમેરિકાના કો-ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યાં છે અને અમેરિકન વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે મળીને કામ કરી રહ્યાં છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ફેબ્રુઆરીના અંતે બંગાને વર્લ્ડ બેન્કના પ્રમુખ બનાવવા માટે નોમિનેટ કર્યા હતા. આ હોદ્દા માટે તેઓ એકમાત્ર નોમિની હતા. અત્યારે વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસ છે અને હવે અજય બાંગા તેમનું સ્થાન સંભાળશે.

બંગા અગાઉ માસ્ટરકાર્ડના સીઈઓ રહી ચૂક્યા છે. માસ્ટરકાર્ડમાં 12 વર્ષ સુધી કામ કર્યા બાદ, ડિસેમ્બર 2021માં તેઓ નિવૃત્ત થયા હતા. આ કાર્યકાળ દરમિયાન, તેમણે 2025 સુધીમાં 1 અબજ લોકો અને 5 કરોડ માઈક્રો-સ્મોલ બિઝનેસને ડિજિટલ ઈકોનોમીમાં સામેલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.

નોમિનેશન પછી આગળની પ્રક્રિયા શું હશે

વિશ્વના વિકાસ માટે લોન આપવાનો દાવો કરતી વિશ્વ બેંક હાલમાં આગામી પ્રમુખ માટે ઉમેદવારોના નામાંકન લઈ રહી છે. આ પ્રક્રિયા 29 માર્ચ સુધી ચાલુ રહેશે. જોકે અજય બંગાનો દાવો આ મામલે થોડો નબળો લાગે છે, કારણ કે વિશ્વ બેંક મેનેજમેન્ટ આ વખતે મહિલા ઉમેદવારને આગળ વધારવા માટે ‘મજબૂત’ રીતે વિચારી રહ્યું છે. સામાન્ય રીતે વિશ્વ બેંકના પ્રમુખ તરીકે એવી વ્યક્તિને પસંદ કરવામાં આવે છે જે સંપૂર્ણપણે અમેરિકન હોય. આ એવું જ છે જેમ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના વડા તરીકે પરંપરાગત રીતે યુરોપિયનને જ પસંદ કરવામાં આવે છે. વિશ્વ બેંકમાં મોટાભાગના શેરો યુએસ સરકાર પાસે જ છે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

કોણ છે અજય બંગા?

અજય બંગાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ ઓનર્સ (અર્થશાસ્ત્ર) કર્યું છે. આ સિવાય તેમણે IIM અમદાવાદમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ પણ કર્યો છે. અજય બંગાને બેંકિંગ ક્ષેત્રમાં તેમના કામ માટે વર્ષ 2016માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં જન્મેલા, અમેરિકા પહોંચ્યા

અજયપાલ સિંહ બંગાનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકીમાં થયો હતો. જોકે હવે તે અમેરિકન નાગરિક છે. તેમના પિતાનું નામ હરભજન સિંહ બંગા અને માતાનું નામ જસવંત બંગા છે. અજયનો એક ભાઈ એમએસ બંગા પણ છે, જે યુનિલિવર કંપનીમાં વરિષ્ઠ પદ ધરાવે છે. તેમની પત્નીનું નામ રિતુ બંગા છે. મૂળ તેમનો પરિવાર પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. તેમના દાદા ડોક્ટર હતા. તેના પિતા આર્મીમાં હતા. જેથી જગ્યાએ-જગ્યાએ ટ્રાન્સફર થવાને કારણે, બંગાએ સિકંદરાબાદ, જલંધર, દિલ્હી અને હૈદરાબાદની શાળાઓમાં પોતાનો અભ્યાસ કર્યો છે. આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએ કરતા પહેલા તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઓનર્સની ડિગ્રી મેળવી હતી. ગયા વર્ષે એક રિપોર્ટમાં તેમની પાસે $217 મિલિયનની સંપત્તિ હોવાનો અંદાજ હતો.

મોટી કંપનીઓમાં કામ કર્યું

અજય બંગા 1981માં નેસ્લેમાં જોડાયા હતા. અહીં તેમણે 13 વર્ષ કામ કર્યું. આ પછી તે પેપ્સિકો અને સિટીગ્રુપના એશિયા પેસિફિક સીઈઓ હતા. વર્ષ 2010 તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યું, જ્યારે તેઓ માસ્ટરકાર્ડના CEO બન્યા.

બરાક ઓબામાએ મોટી જવાબદારી સોંપી હતી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અજય બંગાને ખૂબ પસંદ કરતા હતા. જ્યારે ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે અજય બંગાને સાયબર સિક્યોરિટી કમિશનના સભ્ય બનાવવામાં આવ્યા હતા. બરાક ઓબામાએ કહ્યું કે અજય બંગા ખૂબ જ પ્રતિભાશાળી છે, તેથી તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેનું કામ અમેરિકામાં સાયબર સુરક્ષાને મજબૂત કરવાનું અને તેને દરેક ખતરાથી બચાવવાનું હતું. આ સિવાય 2015માં ઓબામાએ તેમને અમેરિકી રાષ્ટ્રપતિની સલાહકાર સમિતિમાં પણ સામેલ કર્યા હતા, જ્યાં તેમનું કામ વેપાર નીતિ પર સલાહ આપવાનું હતું.

વિશ્વના ચોથા સૌથી શક્તિશાળી ભારતીય તરીકે પસંદ કરાયા

અમેરિકામાં રહેતા ભારતીયોમાં અજય બંગાની એક ખાસ ઓળખ છે. તે ‘સૌથી શક્તિશાળી ભારતીય’ની યાદીમાં વિશ્વમાં ચોથા નંબર પર પસંદ કરવામાં આવ્યા છે. અમેરિકન ઈન્ડિયન ફાઉન્ડેશનના જોઈન્ટ પ્રેસિડેન્ટ અજય બંગા ફોરેન પોલિસી એસોસિએશન અને ફાઈનાન્સિયલ સર્વિસ રાઉન્ડ ટેબલના સભ્ય પણ છે. તેઓ ફોરેન રિલેશન્સ કાઉન્સિલ અને ન્યૂયોર્કની ઈકોનોમિક ક્લબના સભ્ય પણ છે.

Published On - 2:20 pm, Thu, 4 May 23

Next Article