અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ્ઠ પૂજાની ઉજવણી બાદ મહાઆરતી કરાઈ

|

Nov 10, 2021 | 9:57 PM

છઠ્ઠ પૂજા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋુષિકેશ પટેલ, જગદીશ પંચાલ, અમદાવાદના મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ છઠ્ઠ પૂજા બાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ લોકો સહભાગી થયા હતા.

અમદાવાદના (Ahmedabad) ઇન્દિરાબ્રિજના ઘાટ ખાતે છઠ્ઠ પૂજાનું( Chhath Puja) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો પૂજા કરવા આવ્યા હતા. તેમજ છઠ્ઠ પૂજામાં ડૂબતા સૂર્યની આરાધના કરવામાં આવી હતી.

આ છઠ્ઠ પૂજા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋુષિકેશ પટેલ, જગદીશ પંચાલ, અમદાવાદના મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ છઠ્ઠ પૂજા બાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ લોકો સહભાગી થયા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋુષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પરિવાર પરપ્રાંતીય નહીં પણ પરિવારનો હિસ્સો છે.તેમજ ઉત્તર ભારતીઓનો ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો છે. આ સરકાર ઉત્તર ભારતીય લોકોની સાથે છે, તેમજ છઠ્ઠ પૂજાનું મહત્વ ભારત ભરમાં રહેલું છે.

તેમજ તેમણે આ દરમ્યાન કોરોનાથી બચાવ માટે બાળકોની વેક્સિન અંગે આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બાળકોની વેક્સિન માટે પરીક્ષણ ચાલુ છે.બાળકોની વેક્સિનને લઈને કેન્દ્ર સરકાર ગાઈડલાઈન આપશે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની સૂચના પછી વેકસીનેશન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતીયો માટે છઠ પૂજા પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ઉતર ભારતીયો માટે છઠ પૂજા એ અતિ પવિત્ર તહેવાર માનવામાં આવે છે,બિહાર,ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં લોકો છઠ પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. નદી કિનારે આથમતા સૂર્યને નમન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતની કોરોના રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ, પાંચ મહાનગરોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન, 47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું

 

Published On - 9:56 pm, Wed, 10 November 21

Next Video