અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કરોડોની લૂંટ, CCTVમાં જોવા મળ્યો આરોપી

|

Nov 08, 2022 | 12:25 PM

Crime news: ભોગ બનનાર સોનાના દાગીના ભરેલ બેગ એક્ટિવા પર લઈને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને બે વ્યક્તિ આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સે બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કરોડોની લૂંટ, CCTVમાં જોવા મળ્યો આરોપી
અમદાવાદમાં કરોડોની લૂંટ

Follow us on

અમદાવાદમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે મોટી લૂંટની ઘટના બની છે મોડી સાંજે શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી બે બાઇક સવારો સોનાના દાગીના ભરેલી મત્તા લૂટી ગયા હતા. લૂંટારૂઓએ કુલ 3.50 કરોડના દાગીના ભરેલી બેગ આંચકી લીધી હતી. કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર થયાની જાણ થતા સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસને જાણ કરતા જ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ દોડતી થઈ ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કુલ 6 ટીમ તપાસમાં જોતરાઇ હતી.

સી. જી. રોડ પર આવેલા એસ એસ તીર્થ ગોલ્ડ શોપમાં નોકરી કરતા પરાગ શાહ અને ધર્મેશ શાહ 7 નવેમ્બરે સવારે સોનાના દાગીના ભરેલી બે બેગ લઈને અલગ અલગ જ્વેલર્સમાં દાગીના બતાવવા માટે ગયા હતા. તેઓ નરોડામાં આવેલ ઝવેરાત અને પ્રમુખ જ્વેલર્સ, નિકોલમાં ગિરિરાજ જ્વેલર્સ અને ત્યાર બાદ બાપુનગરમાં આવેલા ભવ્ય ગોલ્ડ પેલેસમાં દાગીના બતાવ્યા બાદ શાહપુર મેટ્રો સ્ટેશનથી સી. જી. રોડ પરત જઈ રહ્યાં હતા. તે દરમિયાન આ લૂંટનો બનાવ બન્યો હતો.

ભોગ બનનાર સોનાના દાગીના ભરેલ બેગ એક્ટિવા પર લઈને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને બે વ્યક્તિ આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સે બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભોગ બનનારે એક્ટિવા રોકતા એક્ટિવા નમી ગઇ હતી. જે પછી તકનો લાભ લઇ એક્ટિવા આગળ મુકેલી એક બેગ લઈને ફરાર થવામાં લુંટારૂઓ સફળ થયા હતા, પણ અન્ય એક બેગ રહી ગઈ હતી. લૂંટારુંઓ લઈ ગયેલા બેંગમાં 7.5 કિલો સોના દાગીના હતા. જેની આશરે 3.5 કરોડ રૂપિયા કિંમત થાય છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

લૂંટના CCTV સામે આવ્યા

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે ઉચ્ચ અધિકારી ઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ લુંટારૂઓ જે દિશામાં ફરાર થયા છે. ત્યાંના સીસીટીવી ફૂટેજના સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં લૂંટ થયા બાદ એક શખસ લૂંટારુઓની પાછળ ભાગતો નજરે ચઢે છે. સીસીટીવી ફૂટેજના આધારે 7:36:11 વાગ્યે લૂંટની ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજના આધારે 07:36:16 વાગ્યે લૂંટારુઓની પાછળ એક સફેદ કલરના શર્ટ પહેરેલો વ્યક્તિ દોડે છે. સીસીટીવીમાં ડિવાઈડર બાજુથી એક શંકાસ્પદ બાઇક પર આવેલા બે શખસો સ્પીડમાં બાઇક હંકારતા નજરે ચઢે છે.

આરોપીઓ અંગે થયો ખુલાસો

અમદાવાદના શાહપુરમાં થયેલી કરોડોની લૂંટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કુલ 6 ટીમ તપાસમાં જોતરાઇ હતી. ત્યારે સીસીટીવીની તપાસ બાદ લૂંટની ઘટનાને છારા ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે.લૂંટારુઓએ બાઇકની ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ખુલાસો થયો છે. લૂંટારુઓએ મોઢે રૂમાલ તથા માથે ટોપી પહેરી હતી.

 

Published On - 9:53 am, Tue, 8 November 22

Next Article