Kutch : મુન્દ્રા પોર્ટ પરથી DRI એ રૂપિયા 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કર્યું, આવી હતી મોડસ ઓપરેન્ડી

|

Mar 19, 2022 | 11:11 AM

કચ્છમાંથી રક્ત ચંદનની દાણચોરીના ઘટનાઓ વારંવાર બનતી રહી છે જેમાં ફરી એક વખત મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદન પકડાયું છે.ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવાર સાંજે મલેશિયા એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને અટકાવીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું

Kutch : મુન્દ્રા પોર્ટ પરથી DRI એ રૂપિયા 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કર્યું, આવી હતી મોડસ ઓપરેન્ડી
DRI seizes Red Sanders at Mundra Port

Follow us on

કચ્છમાં મુન્દ્રા પોર્ટ(Mundra Port)  ઉપરથી ડી.આર.આઈ. (DRI) એ 9.36 કરોડનું લાલ ચંદન( Red Sanders)  જપ્ત કર્યું છે. જેમાં ટ્રેક્ટરના પાર્ટના નામે કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શુ અને બ્રેક ડ્રમના નામે કન્સાઈનમેન્ટ લાવવામાં આવ્યું હતું. તેમજ 11.8 મેટ્રિક ટન જેટલું આ રક્ત ચંદન મલેશિયા મોકલવાનું હતું. આ પૂર્વે પણ 23 ફેબ્રુઆરી 2022 ના રોજ પણ ડી.આર.આઈ. એ મુન્દ્રા પોર્ટ ઉપરથી જ 5.4 મેટ્રિક ટન રક્ત ચંદન જપ્ત કર્યું હતું. રક્તચંદનની સમગ્ર એશિયામાં દવા તેમજ અન્ય આશયથી માંગ હોય છે. જ્યારે ભારતમાંથી લાલ ચંદનની આયાત પર પ્રતિબંધિત છે.ડી.આર.આઈ. હજી આ મામલે આગળની તપાસ કરી રહી છે.

કોરુગેટેડ બૉક્સની પાછળ અને તાડપત્રી હેઠળ છુપાયેલા મળી આવ્યા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ પર એક નિકાસ જથ્થાને અટકાવ્યો હતો. જેમાં માલસામાનને કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શૂ અને બ્રેક ડ્રમનું ડિક્લેરેશન હતું. તેમજ ટ્રેક્ટરના ભાગોને 20 કાર્ટનમાં ભરવા આવ્યું હોવાનું જણાવાયુ હતું. જેનું વજન 11.8 MT હતું અને માલસામાન ક્લાંગ, મલેશિયામાં નિકાસ માટે નિર્ધારિત હતો. જો કે આ 11.7 મેટ્રિક ટન રક્તચંદન અને રૂ. 9.36 કરોડની કિંમતની લાકડા ખાલી કોરુગેટેડ બૉક્સની પાછળ અને તાડપત્રી હેઠળ છુપાયેલા મળી આવ્યા હતા.આ અગાઉ 23.02.22 ના રોજ પણ, ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈએ મુન્દ્રા બંદર પર આશરે 3 કરોડ રૂપિયાની કિંમતના 5.4 એમટી રક્તચંદન જપ્ત કર્યું હતું. છે. જેમાં રક્ત ચંદનને બાસમતી ચોખા સુપરફાઇન થેલીઓમાં છુપાયેલું મળી આવ્યું હતું.

બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી

કચ્છમાંથી રક્ત ચંદનની દાણચોરીના ઘટનાઓ વારંવાર બનતી રહી છે જેમાં ફરી એક વખત મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદન પકડાયું છે.ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવાર સાંજે મલેશિયા એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને અટકાવીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુ જ જતું હોવાની બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. ડીઆરઆઈ ડીઆરાઈ દ્વારા કંન્ટેનર ખોલીને ચેક કરતા અંદર રક્તચંદન હોવાનું બહાર આવ્યું હતું.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ જથ્થો કોણે મોકલ્યો હતો તેની તપાસ હાથ ધરી

ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયેલ રક્ત ચંદનનું વજન કરતા તે 11.7 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર 9.36 કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો નોઇડાથી આવ્યો હતો અને મલેશિયા માટે એક્સપોર્ટ થવાનો હતો, પરંતુ તેવું થાય તે પહેલાં જ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો. આ જથ્થો કોણે મોકલ્યો હતો તેની તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો : સરદાર સરોવર યોજના : સહભાગી રાજ્યોએ હજુ સુધી રૂ. 7000 કરોડ ચૂકવ્યા નથી, મધ્યપ્રદેશ પાસે સૌથી વધુ બાકી છે

આ પણ વાંચો : Dakor: ફાગણી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપુર, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

 

Published On - 7:35 pm, Thu, 17 March 22

Next Article