Know Your Air Force: ગુજરાતના રાજ્યપાલના હસ્તે અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન, પહેલીવાર સુખોઈ અને જગુઆર પ્રદર્શનમાં ઉપસ્થિત

|

Oct 01, 2022 | 10:28 PM

ગુજરાતના રાજ્યપાલે અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ (Know Your Air Force)પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું; આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

Know Your Air Force: ગુજરાતના રાજ્યપાલના હસ્તે અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન, પહેલીવાર સુખોઈ અને જગુઆર પ્રદર્શનમાં ઉપસ્થિત

Follow us on

દેશના સૌથી મોટા ડિફેન્સ એક્સ-પો (Defense Expo) ગુજરાતમાં અને તેમાં પણ ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે તે પહેલા અમદાવાદ ખાતે ત્રણ દિવસ સુધી ‘નો યોર એરફોર્સ’નું (Know Your Airforce) આયોજન કરવામાં આવ્યું છે કે જેના આધારે જનતા સુધી એરફોર્સની કામગીરીથી લઈ તેમની પાસે કેવા પ્રકારના કોમ્બેટ જેટ(Fighter Jet)ની એસેટ છે તની માહિતિ આપવા માટે જ આ એકેઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના રાજ્યપાલે અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું; આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન “નો યોર એરફોર્સ” પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.  01 ઓક્ટોબર 2022ના રોજ આ પ્રદર્શનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

નો યોર એરફોર્સ અને હેતુ

અમદાવાદ ખાતે આ એક્ઝિબિશન કમ કરિયર ડ્રાઈવમાં લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને વધારેમાં વધારે યુવાનો ભારતીય વાયુસેનામાં જોડાય. ખાસ કરીને યુવાનોમાં ફાયટર જેટને લઈ ખાસ ઉત્સાહ હોય છે અને તેને લઈને પ્રદર્શનના માધ્યમથી સંદશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ ભારતીય વાયુસેના પાસે આવા ફાયટર પ્લેનની તાકાત કેટલી છે તે પણ જણાવવામાં આવે છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

અમદાવાદમાં સુખોઈ અને જગુઆર

અમદાવાદ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા આ ડિફેન્સ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારના ફાયટર પ્લેનને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે જો કે આ બધા વચ્ચે સુખોઈ અને જગુઆરને લઈ ખાસ ઉત્સાહ જોવા મળશે કેમકે આ કોમ્બેટ ફાયટર અગાઉ ખાસ ગુજરાતમાં પ્રદર્શનમાં જોવા નથી મળ્યા. આ સાથે વિવિધ ફાયટરની વાત કરીએ તો

માઈક્રો લાઈટ- ગરૂડ

વાયરસ SW 80ને પ્રદર્શનમાં મુકવામાં આવ્યુ કે જે ટુ સીટર પ્લેન છે અને રોટેક્સ એન્જિન ફીટેડ છે. વર્ષ 2018માં તેને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યુ હતું. ‘ગરૂડ’ ઈમરજન્સી રિકવરી પેરાશૂટ સિસ્ટમ સાથે ફીટ છે.

ચેતક હેલીકોપ્ટર

ચેતકને પણ પ્રદર્શનમાં લાવવામાં આવ્યું છે કે જે સેવન સીટર છે, ટર્બો શાફ્ટ એન્જીન દ્વારા સંચાલિત ચેતક ખાસ આવન જાવન, કાર્ગો ટ્રાન્સપોર્ટ , અકસ્માત સ્થળાંતર , શોધ અને બચાવ, હવાઈ સર્વેલન્સ , પેટ્રોલિંગ ઓફ શોર ઓપરેશન્સમાં ચેતકને ભારતીય વાયુસેનામાં અલગ જ સ્તાન આપવામાં આવ્યુ છે.

એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર

એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર એ ટ્વિન એન્જીન ધરાવતુ મલ્ટી રોલ હેલિકોપ્ટર છે. ઈન્ટિગ્રેટેડ આર્કિટેક્ચર અને ડિસ્પ્લે સિસ્ટમ, સાતે સંપૂર્ણ સત્તાવાળા ડિજિટલ ઈલેકટ્રોનિક કંટ્રોલ સાતે અદ્યતન એન્જીન ધરાવે છે કે જેમાં ઓટોમેટિક ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ પણ છે અને તેમાં 12 મુસાફરો સાથે 5.8 ટન વજન વહન કરવાની ક્ષમતા છે.

સશસ્ત્ર દળો અને રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળાઓ અને NCCના કેડેટ્સ પણ આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની વિવિધ અસ્કયામતો જેમ કે, એરક્રાફ્ટ, મિસાઇલો, શસ્ત્ર પ્રણાલીઓ, રડાર વગેરેનું સ્ટેટિક (અચલ) ડિસ્પ્લે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વ્હીકલ (ભારતીય વાયુસેનાની સમજ ધરાવતું વિશેષજ્ઞ વ્હીકલ) અને ફ્લાઇંગ સિમ્યુલેટર (એરક્રાફ્ટ ફ્લાઇંગનું ગેમિંગ કોન્સોલ) પણ વિદ્યાર્થીઓ/મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એરફોર્સ બેન્ડ દ્વારા આ કાર્યક્રમના તમામ દિવસો દરમિયાન પરફોર્મન્સ આપવામાં આવશે.


ભારતીય વાયુસેનામાં કારકિર્દીની તકો વિશે માહિતી આપતી પત્રિકાઓનું અહીં આવેલા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એરફોર્સ બેન્ડના સંગીતમય પરફોર્મન્સથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.અમદાવાદમાં એર કાર્ગો રોડ પર કમ્યુનિકેશન ફ્લાઇટ ખાતે યોજવામાં આવેલું આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022 દરમિયાન સવારે 10.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

Next Article