અમદાવાદમાં (Ahmedabad) મેટ્રો ટ્રેનના (Metro train) બે ફેઝ બનીને તૈયાર થઇ ગયા છે. ત્યારે હવે નવરાત્રિમાં (Navratri 2022) અમદાવાદીઓને આ મેટ્રો રુપી ટ્રેન મળવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તે દરમિયાન તેઓ અમદાવાદની આ મેટ્રો ટ્રેનના બે રુટની શરુઆત કરાવવાના છે. જો કે તે પહેલા મેટ્રો ટ્રેનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં આપણને અમદાવાદની મેટ્રોનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મેટ્રો ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મેટ્રો ટ્રેનનું સ્ટેશન, મેટ્રો ટ્રેનનો બ્રિજ તેમજ મેટ્રો ટ્રેનના રુટનો નજારો જોવા મળી શકે છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો હાલમાં એક જ રુટ ચાલુ કરવામાં આવ્યો છે. બે રુટની શરુઆત થોડા જ દિવસોમાં વડાપ્રધાન મોદી કરાવવાના છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ મેટ્રો ટ્રેનની સફર કરતો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદની મેટ્રો ટ્રેન દિલ્હીની મેટ્રો કરતા પણ વધુ સારી હોવાનું જોવા મળી રહ્યુ છે.
આપણે જોયુ છે કે દિલ્હીના મેટ્રો ટ્રેનના રુટમાં વીજળીના થાંભલા અને તાર વચ્ચે જોવા મળે છે. જો કે અમદાવાદના મેટ્રોના રુટમાં કોઇ વીજળીના તાર જોવા મળતા નથી. થોડા થોડા અંતરમાં જો કઇ જોવા મળે છે તો તે માત્ર CCTVના થાંભલા જોવા મળે છે. એનુ કારણ એવુ પણ માનવામાં આવે છે કે ગુજરાતમાં ઉત્તરાયણના પર્વનું ખૂબ મહત્વ હોય છે. ઉત્તરાયણમાં વીજળીના થાંભલા કે તાર સાથે પતંગની દોરી અડવાથી કરંટ લાગવાની શક્યતા રહેલી હોય છે. જો કે દિલ્હીમાં ઉત્તરાયણના પર્વનું એટલુ મહત્વ નથી. જેથી ત્યાં આવુ કોઇ જોખમ પણ રહેલુ નથી. જેથી ત્યાં વીજળીના થાંભલા જોવા મળતા હોય છે.
વડાપ્રધાન મોદી શહેરીજનોને નવરાત્રિમાં મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટ તૈયાર થઇ ગયો છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.