RTE હેઠળ બાળકને પ્રવેશ અપાવવા માંગતા હોવ તો આ બાબતનું રાખજો ધ્યાન, ખોટા ડોક્યુમેન્ટ આપ્યા તો પોલીસ ફરિયાદ અને પ્રવેશ થશે રદ

|

Apr 10, 2023 | 8:27 PM

જે વાલીઓ પોતાના બાળકને RTE હેઠળ પ્રવેશ અપાવવા માંગે છે તેમણે 24 એપ્રિલ સુધી rte.orpgujarat.com પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ વર્ષે વાલીઓએ ઇન્કમટેક્સ ભરતા હોય તો તે અંગેના પુરાવાઓ પણ આપવાના રહેશે.

RTE હેઠળ બાળકને પ્રવેશ અપાવવા માંગતા હોવ તો આ બાબતનું રાખજો ધ્યાન, ખોટા ડોક્યુમેન્ટ આપ્યા તો પોલીસ ફરિયાદ અને પ્રવેશ થશે રદ
Symbolic Image

Follow us on

ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. જે વાલીઓ પોતાના બાળકને RTE હેઠળ પ્રવેશ અપાવવા માંગે છે તેમણે 24 એપ્રિલ સુધી rte.orpgujarat.com પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ વર્ષે વાલીઓએ ઇન્કમટેક્સ ભરતા હોય તો તે અંગેના પુરાવાઓ પણ આપવાના રહેશે.

આ પણ વાંચો: Breaking News: AAPને મળ્યો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, TMC, CPI અને NCP પાસેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવાયો

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. જે વાલીઓ પોતાના બાળકોને પહેલા ધોરણમાં આરટીઇ હેઠળ એડમિશન અપાવવા માંગતા હોય તેમણે 24 એપ્રિલ સુધી ફોર્મ ઓનલાઈન ભરી દેવાના રહેશે. વાલીઓએ rte.orpgujarat.com જઈને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ ઓરીજનલ સબમીટ કરવાના રહેશે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

કેટેગરી સર્ટિફિકેટ અને ઈન્કમટેક્સ રિટર્નના દસ્તાવેજ અને જો ના ભરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન કરવાનું રહેશે. અગાઉ કેટલાક લોકોએ કેટેગરીમાં ના આવતા હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરી RTE હેઠળ પ્રવેશ મેળવ્યો હોવાની ફરિયાદો બાદ આ વર્ષે DEO એ દસ્તાવેજ ચકાસણી માટે 90 વેરિફાયર નિયુક્ત કર્યા છે. જેઓ 24 એપ્રિલ બાદ ઓનલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી કરશે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી પ્રવેશ મેળવનાર વાલીઓ સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરીશું. તેમજ ભવિષ્યમાં તેમના બાળકનું એડમિશન પણ રદ થાય એવા પગલાં ભરવામાં આવશે.

શાળા પસંદગીમાં ધ્યાન રાખવું

ઓનલાઈન ફોર્મ ભરતા સમયે જેતે અરજીકર્તાના ઘરના લોકેશનની 6 કિલોમીટરના એરિયામાં આવેલ તમામ શાળાઓ દર્શાવવામાં આવે છે. કેટલાક વાલીઓ એ પૈકી થોડી જ શાળાઓ પસંદ કર્યા બાદ 6 કિમી બહારની શાળાઓ પસંદ કરતાં હોય છે. જેના કારણે પ્રવેશમાં સમસ્યા થતી હોય છે. ડીઈઓ એ વાલીઓને ઉદ્દેશીને જણાવ્યું કે વાલીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં લોકેશનના 6 કિલોમીટરમાં બતાવવામાં આવતી તમામ શાળાઓ પસંદ કરે. જેથી તેમને નજીકની જ કોઈ શાળામાં પ્રવેશ મળી શકે.

ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો RTE હેઠળ

RTE ના નિયમ મુજબ પહેલા ધોરણની કુલ બેઠકો પૈકી 25 ટકા બેઠકો ફાળવવાની રહે છે. જે હિસાબે અમદાવાદની 1350 શાળાઓમાં ગરીબ બાળકો માટે પહેલા ધોરણમાં પ્રવેશની 11500 બેઠકો રહેશે. જેના પર પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article