હિન્દી ફિલ્મોમાં પડકારરૂપ ભૂમિકા ભજવવા માટે જાણીતો એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં અમદાવાદમાં તેની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આગામી એક્શન ફિલ્મમાં તે એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે.જોકે ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત આવતા કાર્તિક આર્યન ગુજરાતી ભોજનનો આનંદ લેવાનું ક્યારેય નથી ભૂલતો ત્યારે આ વખતે પણ કાર્તિક ગુજરાતી
અભિનેતાએ તેની ટીમ સાથે પ્રખ્યાત પકવાન ડાઇનિંગ હોલની મુલાકાત લીધી હતી, જે અમદાવાદમાં બહુવિધ આઉટલેટ્સ ધરાવે છે. આ સ્થાન 10 થી વધુ વાનગીઓની સંપૂર્ણ થાળી પીરસવા માટે પ્રખ્યાત છે. મીઠાઈઓથી લઈને ખમણ-ઢોકળા સુધી અનેક વસ્તુઓ અહીં કાર્તિકની થાળીમાં પીરસવામાં આવી હતી.
જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ જોવા મળી રહ્યું છે કે સર્વર મોટી થાળીમાં એક બાદ એક વાનગી પીરસતા જઈ રહ્યા છે, જ્યાં સુધી તે થાળી રીતે ભરાઈ ન જાય ત્યા સુધી કાર્તિકની થાળી પીરસતા રહે છે. કાર્તિક આર્યન પણ આ પ્રક્રિયાને ધ્યાનથી જુએ છે અને અંતે તેને કેટલુ બધુ પીરસવામાં આવ્યું છે તે જોઈને આશ્ચર્ય થઈ જાય છે.
કાર્તિક આર્યને અમદાવાદમાં પકવાન ડાઇનિંગ હોલના એક આઉટલેટની મુલાકાત લેતા એક વીડિયો શેર કર્યો છે. ટીમે તેમની પ્રસિદ્ધ ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો જેમાં ઘણી વાનગીઓ હતી. તેણે આ વીડિયો 11 જૂન, 2024ના રોજ પોસ્ટ કર્યો હતો અને તેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. કાર્તિકને તેની થાળીમાં એટલુ ભોજન પીરસવામાં આવ્યું કે જે જોઈને તેનુ માથુ ભમી ગયુ અને અંતે તેણે પીરસનારને કહ્યું બસ ભાઈ.
પકવાન ડાઈનિંગ હોલમાં કાર્તિક આર્યનની ટીમ દ્વારા ઓર્ડર કરવામાં આવેલી મોટી થાળીમાં ભાત, પુરણ પોળી, ચટણી, ફરસાણ, મીઠાઈ, અથાણું, કઢી, દાળ, હલવો, રોટલી, પુરી, ચાર અલગ-અલગ પ્રકારના શાકભાજી અને વેલકમ ડ્રિંક સામેલ છે.
તસવીરો ક્લિક કર્યા બાદ કાર્તિક આર્યને પોસ્ટ મુકી કેપ્શનમાં લખ્યું છે કે, “ગુજરાતમાં ચેમ્પિયનની થાળી.” એક યુઝરે મજાકમાં કમેન્ટમાં પૂછ્યું કે શું એક્ટરે કંઈ ખાધું છે કે માત્ર વીડિયો શૂટ કર્યો છે.