કરાઇમાં પોલીસ એકેડમીમાં નકલી PSI ટ્રેનિંગ કેસમાં તપાસ તેજ કરાઇ, આરોપીના બેંક એકાઉન્ટ અને મોબાઇલની તપાસ કરાશે

|

Mar 02, 2023 | 11:12 PM

ગુજરાતના ગાંધીનગરમાં કરાઈ એકેડમી ખાતે પોલીસ ટ્રેનિંગ માં વડોદરાના ડભોઇનો મયુર તડવી નામનો ઉમેદવાર ટ્રેનિંગ માટે પહોચ્યો જતો. મયુર તડવી પીએસઆઇની પરીક્ષામાં નાપાસ થયો હતો પણ પરિવારને ખુશ રાખવા મયુર તડવીએ ડોક્યુમેન્ટના એડિટ કરી કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ માટે એન્ટ્રી મેળવી હતી. અંદાજે સવા મહિનાની ટ્રેનિંગ બાદ જ્યારે કરાઈ એકેડમી ખાતે બિલ બનતા હતા તે સમયે મયુર તડવીનું નામ કોઈ લિસ્ટમાં સામે નહિ આવતા અધિકારીઓને શંકા પડી હતી

કરાઇમાં પોલીસ એકેડમીમાં નકલી PSI ટ્રેનિંગ કેસમાં તપાસ તેજ કરાઇ, આરોપીના બેંક એકાઉન્ટ અને  મોબાઇલની તપાસ કરાશે
Karai Police Acedemy Fake PSI Training Case

Follow us on

ગુજરાતના ગાંધીનગરમાં કરાઈ એકેડમી ખાતે પોલીસ ટ્રેનિંગમાં વડોદરાના ડભોઇનો મયુર તડવી નામનો ઉમેદવાર ટ્રેનિંગ માટે પહોચ્યો જતો. મયુર તડવી પીએસઆઇની પરીક્ષામાં નાપાસ થયો હતો પણ પરિવારને ખુશ રાખવા મયુર તડવીએ ડોક્યુમેન્ટના એડિટ કરી કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ માટે એન્ટ્રી મેળવી હતી. અંદાજે સવા મહિનાની ટ્રેનિંગ બાદ જ્યારે કરાઈ એકેડમી ખાતે બિલ બનતા હતા તે સમયે મયુર તડવીનું નામ કોઈ લિસ્ટમાં સામે નહિ આવતા અધિકારીઓને શંકા પડી હતી. જેના આધારે મયુર તડવી પર ગુપ્ત રીતે તપાસ હાથ ધરાઇ હતી જેમાં સામે આવ્યું કે મયુર તડવીએ તેના એક મિત્ર પાસે સોશિયલ મીડિયા થકી ઉમેદવારનું પીડીએફ લીસ્ટ મંગાવ્યું હતું.

મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

જેમાં ત્રણ નંબર પરના ઉમેદવારની જગ્યાએ પોતાનું નામ એડિટ કર્યું હતું અને તેની ઝેરોક્ષ કરી કરાઈ એકેડમીમાં એન્ટ્રી મેળવી હતી. સમગ્ર મામલો સામે આવતા કરાઈ એકેડમીના પીઆઇ એમ.એન. રાણા એ ડભોલા પોલીસ સ્ટેશનમાં મયુર તડવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આજે મયુર તડવીએ ગાંધીનગર કોર્ટમાં હાજર કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ગાંધીનગર એલસીબી મયુર તડવીના દરેક મુદ્દા પર તપાસ શરૂ કરી છે.

મયુર તડવી પો.સ.ઈ ભરતી બોર્ડ તરફથી યોજાયેલ પરીક્ષાના પ્રથમ તબક્કાની પ્રેક્ટીકલ પરીક્ષામાં નાપાસ થયા બાદ પરીક્ષા માટે ગેરલાયક ઠરેલ હોવા છતાં પાસ થયેલ ઉમેદવારોના નામની જાહેર યાદી પોતાના મોબાઈલમાં મેળવી યાદીના ક્રમાંક નંબર–૩ ઉપર જણાવેલ નામમાં એડીટીંગ કરી પોતાનું નામ જાતે લખી ઉર્તીણ થયેલ હોય તેવા ફ્રોડ ડોક્યુમેન્ટ આધારે પોલીસ તાલીમ શાળા કરાઈ અકાદમી ખાતે પ્રવેશ મેળવી તાલીમ લઈ રહ્યો હતો તે કઈ રીતે શક્ય બન્યું.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

મયુર તડવીએ સરકારી ઓનલાઈન રેકર્ડ સાથે છેડછાડ કરી પો.સ.ઈ ની નિમણુંક મેળવવા અને તાલીમ શાળામાં પ્રવેશ મેળવી પોતે ફોડ હોવાનુ જાણતા હોવા છતાં આ પ્રકારનું કૃત્ય ખુબજ ગંભીર પ્રકારનુ હોય તેમાં અન્ય સહ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરશે.

મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો

પોલીસ ડીપાર્ટમેન્ટમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો હોદ્દો ખુબ અગત્યનુ સ્થાન ધરાવે છે . તેવી જગ્યાએ આરોપી મયુર તડવીએ જાતે ખોટો હુકમ બનાવી તાલીમ માટે પ્રવેશ મેળવી લીધેલ હોય આ કૃત્યમાં રાષ્ટ્રદ્રોહ ધરાવતા કોઈ વ્યક્તિ કે સંગઠન પડદા પાછળ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. મયુર તડવીએ તેના મિત્ર મેહુલ નામના ઈન્સ્ટાગ્રામ ફેન્ડ પાસેથી સાચા ઉમેદવારોના હુકમની પી.ડી.એફ મંગાવી પોતાના મોબાઈલમાં પાસ થયેલ ઉમેદવાર અનુક્રમ નંબર -૩ વાળા વિશાલસિંહ રાઠવાના નામ ઉપર પોતાનુ નામ એડીટીંગ કરી તેની વડોદરા ખાતે કોઈ ઝેરોક્ષની દુકાન ઉપરથી પ્રિન્ટ કઢાવી હતી તેથી તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો.

મયુર તડવીની પુછપરછ દરમ્યાન ચાલુ તાલીમે  શીક રજા તથા એક વખત રજા ઉપર ગયેલ

જે મોબાઈલમાં રહેલ ડેટા તથા ડીલેટ કરેલ ડેટા તથા સંપર્કોમાં કોઈ મદદગારી છે કે કેમ ? તે અંગે તથા વડોદરા ખાતે તપાસ પણ કરવામાં આવશે. ભરતી બોર્ડના નિયમો અનુસાર ક્વોલીફાઈડ થવા માટે જરૂરી સર્ટીફીકેટ, એન.ઓ.સી વિગેરે ડોક્યુમેન્ટ ભરતી થવા માટે ભરેલ ફોર્મ એટેચ રાખેલ પુરાવા સબંધે પણ તપાસ કરવામાં આવશે. આરોપી મયુર તડવીની પુછપરછ દરમ્યાન ચાલુ તાલીમે પોતે એક વખત શીક રજા તથા એક વખત રજા ઉપર ગયેલ અને રજા પુર્ણ થતા પરત હાજર થયેલાની વિગત જણાવેલ છે જે આવા ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવી નિમણુક મેળવેલ હોવા છતાં કાયદાનો ડર રાખ્યા સિવાય ફરીથી નોકરી જોઈન્ટ કરનાર આરોપીનો મલીન ઈરાદો પાર પાડવાના અને ચોક્ક્સ હેતુ હતો કે કેમ તે અંગે પોલીસ તપાસ કરશે.

પોલીસને શંકા છે કે આરોપી મયુર તડવી પોતે ફ્રોડ ઓર્ડર સાથે તાલીમમાં પ્રવેશ મેળવી ટુંકા સમયમાં જ શીક રજા તથા રજા ઉપર ગયેલ તે દરમ્યાન પો.સ.ઈ તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કર્યો હોય કે , કોઈ ગેરલાભ મેળવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે આરોપી મયુરને સાથે રાખી કરાઈ તાલીમ શાળામાં તેઓને ફાળવાવામાં આવેલ બેરેક નંબર 5 માં તપાસ કરતા તેની બેગ માંથી PS। પોલીસનો ગણવેશ, બેલ્ટ, કેન ( સ્ટીક ) શોલ્ડર – 2 જોડ મળી આવી હતી.

જે સરકારી ઈસ્યુ થયેલ નથી પરંતુ આરોપીએ એડવાન્સ પો.સ.ઈનો યુનિફોર્મ તૈયાર કરી પોતાના કબ્જામાં રાખેલ છે જેનો પણ દુરપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આરોપી મયુર તડવી કોઇ ચોક્કસ સંગઠન કે સંસ્થા સાથે સંપર્કમાં કે પ્રભાવમાં આવેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ કરવા કરશે. આરોપી મયુર તડવીના મોબાઈલ નંબર તથા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ની માહીતી મેળવી તેની તપાસ કરવામાં આવશે. મયુર તડવી કોઇ રાજકીય સત્તાનો દુરપયોગ કરી અથવા કોઇ રાજકીય પીઠબળ દ્વારા ફ્રોડ હુકમ બનાવી પી.એસ.આઇ.ની તાલીમ સારૂ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે હાજર થયેલ છે કે કેમ ? જે અંગે તપાસ કરવામાં આવશે.

સમગ્ર મામલામાં કોઇ નાણાકીય ગેરરીતી આચરીને ફ્રોડ હુકમ બનાવી પી.એસ.આઇ.ની તાલીમ સારૂ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે હાજર થયેલ છે કે કેમ ? જે અંગે તપાસ કરવામાં આવશે. પોલીસને જરૂર જણાયેથી આરોપીની વૈજ્ઞાનિક પધ્ધતિથી પુછપરછ કરવા સારૂ તેનો LVA/SDS ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વિયેતનામના રાજદૂત વચ્ચે મુલાકાત, રિન્યુએબલ એનર્જી-ગ્રીન હાઇડ્રોજનમાં સહભાગીતા અંગે ચર્ચા

Published On - 9:43 pm, Thu, 2 March 23

Next Article