વડોદરા (Vadodara) અને સુરત (Surat) માં બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ પર દરોડા બાદ હવે અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલો સામે આવકવેરા (Income tax) વિભાગે તવાઇ બોલાવી હોવાનું આક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમદાવાદની 28 હોસ્પિટલ અને 69 મેડિકલ સ્ટોરમાં IT વિભાગે સર્ચ હાથ ધર્યું છે. કોરોનાકાળમાં ફાયદો ઉઠાવી હોસ્પિટલોએ તગડો નફો કરી નાણા ભેગા કર્યા હોવાની શંકા છે. એટલું જ નહીં હોસ્પિટલોએ બ્લેકમની માર્કેટમાં ડાયવર્ટ કરી હોવાની શંકાના આધારે તપાસ તેજ કરવામાં આવી છે, જેને લઇ કોરોના સારવાર આપતી 26 હોસ્પિટલોની યાદી તૈયાર કરવામાં આવી છે. જોકે હાલના તબક્કે આવક વેરા વિભાગના અધિકારીઓ આવા કોઈ દરોડા પાડવામાં આવ્યા હોવાનો ઇનકાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાની વડોદરાના બેન્કર્સ હોસ્પિટલ્સ અને ડો. દર્શન બેન્કર(Bankers Hospital)ના નિવાસસ્થાને આવકવેરા વિભાગે ગત અઠવાડિયે દરોડા પાડ્યા હતા અને 6 દિવસ સુધી તપાસ ચાલી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 10 લાખની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન આયકર વિભાગને 5 લોકર મળી આવ્યા છે. જ્યારે 2 લોકરની તપાસ બાકી છે. કોમ્પ્યુટરની 15 હાર્ડ ડિસ્ક કબ્જે કરવામાં આવી છે. સંખ્યાબંધ પેનડ્રાઇવનો ડેટા કબ્જે કરાયો છે. લેપટોપમાંથી એકાઉન્ટ ના તમામ ડેટા કોપી કરવામાં આવ્યા છે. તો જમીન મિલકતને લગતા સંખ્યાબંધ દસ્તાવેજો કબ્જે કરાયા છે.
પાંચ દિવસ પહેલા વડોદરા અને સુરતમાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પડાવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ્સે કોરોનાના કપરા કાળમાં 300કરોડની કમાણી કરી હોવાની વિગતો સામે આવી છે. આ કમાણીમાંથી 45 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું અને વડોદરામાં કરોડોની મિલકતો ખરીદી હોવાની વિગતો બહાર આવી હતી. સાથે જ સહજાનંદ ગ્રુપના 10 સ્થળોએ પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.
આઇટી વિભાગે કુલ 35 સ્થળો પર પાડેલા દરોડમાં 200થી વધુ અધિકારીઓ એસઆરપી બંદોબસ્ત સાથે જોડાયા છે. વડોદરામાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપની જૂના પાદરા રોડ તેમજ 2 હોસ્પિટલ્સ તેમજ વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલી ડૉ.દર્શન બેન્કર અને ડૉ.પારૂલ બેન્કરના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગની કાર્યવાહીમાં 10 જેટલા બેન્કર લોકર સીલ કરવામાં આવ્યા છે. લોકર્સમાં કાળું નાણું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી.
કોરોના કાળમાં હોસ્પિટલના સંચાલકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. રેડ દરમિયાન મોટી માત્રામાં કરચોરી અંગેના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ હોસ્પિટલના હિસાબી ચોપડા કબજે કરીને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી કે કેવી રીતે દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. ઉપરાંત પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક અને અન્ય ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગને મની લોન્ડરિંગ થયાનું પણ જાણવા મળ્યું છે. વડોદરાના સહજાનંદ ગ્રુપના દસ્તાવેજોની ચકાસણી બાદ આ દરોડાની કામગીરી કરવામાં આવી છે દરોડાની કામગીરીમાં હવે વડોદરા, સુરત ઉપરાંત બેંગલુરુ અને મુંબઈમાં પણ બેન્કર્સની સંપત્તિ હોવા અંગેની તપાસ કરવામાં આવશે.
Published On - 1:59 pm, Thu, 16 June 22