Cyclone Biparjoy: વાવાઝોડાના પગલે રાજ્યમાં મોડી રાતથી સતત વરસાદ, કચ્છમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ ખાબક્યો

|

Jun 17, 2023 | 7:21 AM

બિપરજોય વાવાઝોડાએ પહેલા તેની ગતિથી તબાહી વેરી અને હવે જ્યારે વાવાઝોડું આગળ વધી ગયું છે, ત્યારે વરસાદ અને ભારે પવનથી વિવિધ વિસ્તારોને પ્રભાવિત કરી રહ્યું છે. વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ તેનો અસર જોવા મળી રહી છે.

Cyclone Biparjoy: વાવાઝોડાના પગલે રાજ્યમાં મોડી રાતથી સતત વરસાદ, કચ્છમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain

Follow us on

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ કચ્છ તેમજ અમદાવાદ (Ahmedabad) સહિતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના (Kutch) માંડવીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં પણ ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 30 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ

બિપરજોય વાવાઝોડાએ પહેલા તેની ગતિથી તબાહી વેરી અને હવે જ્યારે વાવાઝોડું આગળ વધી ગયું છે, ત્યારે વરસાદ અને ભારે પવનથી વિવિધ વિસ્તારોને પ્રભાવિત કરી રહ્યું છે. વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ તેનો અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ડીસા, પાલનપુર, અંબાજી, સૂઈગામ, નડાબેટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે તેમજ હાઈવે પર પાણી ભરાયા છે.

અબડાસામાં નલિયા અને ભુજ વચ્ચેનો રસ્તો તૂટ્યો

આ તરફ કચ્છના અબડાસામાં નલિયા ભુજ વચ્ચેનો રસ્તો તૂટ્યો હતો. ભારે વરસાદ બાદ ભવાનીપર પાસે આવેલો રસ્તો ધોવાયો છે. રસ્તો બંધ થતા ભુજ નલિયા વચ્ચેનો સંપર્ક કપાયો છે. કચ્છમાં વાવાઝોડું 125થી 130 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ત્રાટક્યું હતું. ભારે પવન અને ધોધમાર વરસાદે સમગ્ર કચ્છને પોતાની બાનમાં લઇ લીધું હતું. અનેક કલાકો સુધી ધોધમાર વરસાદ પડ્યો અને ભારે પવન ફુંકાયો. જેમાં અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

બિપરજોય વાવાઝોડાની અસર ચાલુ છે ત્યારે ગુજરાત પર ફરી આસમાની આફત મંડરાઇ રહી છે. વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ આજે બનાસકાંઠા પંથકને ધમરોળે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:10 am, Sat, 17 June 23

Next Article