અમદાવાદીઓ ચેતી જજો ! નવરાત્રીના સમયે જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ, ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો

આ મહિનામાં ડેન્ગ્યુની (Dengue)  સૌથી વધુ અસર બાળકોને થઈ છે. નવરાત્રી પર્વ પૂરજોશમાં છે, વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે, એવામાં મચ્છરજન્ય રોગ વધી રહ્યો છે.

અમદાવાદીઓ ચેતી જજો ! નવરાત્રીના સમયે જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ, ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો
Rise dengue cases in Ahmedabad
| Updated on: Sep 29, 2022 | 8:31 AM

નવરાત્રીના (Navratri 2022) સમયે જ અમદાવાદમાં (Ahmedabad)  ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં જ ડેન્ગ્યુના કુલ 1,070 કેસ નોંધાયા છે. એનાથી પણ મોટી ફિકર એ વાતની છે કે આ મહિનામાં ડેન્ગ્યુની (Dengue)  સૌથી વધુ અસર બાળકોને થઈ છે. નવરાત્રી પર્વ પૂરજોશમાં છે, વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે, એવામાં મચ્છરજન્ય રોગ વધી રહ્યો છે.

હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

અમદાવાદની હોસ્પિટલોમાં (Ahmedabad civil hospital) ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલિરિયા સહિતના રોગના દર્દીઓ વધી રહ્યા છે. તો સપ્ટેમ્બરના પ્રથમ 24 દિવસમાં જ ડેન્ગ્યુના 662 કેસ નોંધાયા છે જે કુલ કેસોના લગભગ 62% જેટલા છે. આ ઉપરાંત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1,070 કેસ નોંધાયા છે.જેમાંથી 565 કેસ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં નોંધાયા છે.

રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ બાળકો

આંકડાઓ પર નજર કરીએ તો સપ્ટેમ્બરમાં રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ બાળકો છે કેમકે આંકડાઓ મુજબ સપ્ટેમ્બરમાં બાળકોમાં ડેન્ગ્યુના 294 કેસ નોંધાયા હતા. આ બાળકો 0 થી 14 વર્ષની વય જૂથમાં છે. જાન્યુઆરીથી ડેન્ગ્યુના કુલ કેસોમાં બાળકોની સંખ્યા 27.5 % છે. અને પાછલા અઠવાડિયામાં બાળકોમાં 1.5% કેસ જોવા મળ્યા છે, જે ચિંતાજનક કહી શકાય. આ ઉપરાંત ડેન્ગ્યુના 775 દર્દીઓ છે જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે.જો અન્ય રોગોની વાત છે તો સપ્ટેમ્બરના પ્રથમ 24 દિવસમાં અમદાવાદમાં મેલેરિયાના 173 કેસ, ફાલ્સીપેરમના 14 કેસ અને ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા છે. આ કેસ દર્શાવે છે કે શહેરીજનોએ વધુ જાગૃત થવાની જરૂર છે.

(વીથ ઈનપૂટ-જિજ્ઞેશ પટેલ, અમદાવાદ) 

Published On - 8:29 am, Thu, 29 September 22