રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકાઓમાં 1થી 11 ઈંચ વરસાદ, 9 ડેમ ઓવરફ્લો થયા

|

Jul 09, 2022 | 10:41 AM

રાજ્યમાં સૌથી વધુ કચ્છ (Kutch) ના લખપતમાં 11 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે વલસાડ (Valsad) ના કપરાડામાં 9 ઈંચ, ધરમપુરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકાઓમાં 1થી 11 ઈંચ વરસાદ, 9 ડેમ ઓવરફ્લો થયા
ગુજરાતના ડેમોમાં નવા નીરની આવક થઇ

Follow us on

ગુજરાત (Gujarat) માં છેલ્લા 24 કલાકમાં 160 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ (Rain) પડ્યો છે. 106 તાલુકાઓમાં 1થી 11 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છ (Kutch) ના લખપતમાં 11 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે વલસાડ (Valsad) ના કપરાડામાં 9 ઈંચ, ધરમપુરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. તાપીના ઉકાઇ ડેમાં 55,346 ક્યૂસેક પાણીની આવક થઈ છે. મધૂબન ડેમમાં 22,370 ક્યૂસેક પાણીની આવક થઈ છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને પગલે 9 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જામકંડોરણામાં ભારે વરસાદથી ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે.

અને હવે વાત અમદાવાદની કરીએ તો ત્યાં 30 દિવસનો વરસાદ 3 કલાકમાં જ ખાબકી ગયો છે. અમદાવાદમાં બપોરે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી અને કલાકોમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને પાણી પાણી કરી નાખ્યું. અમદાવાદમાં એક જ દિવસમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે,,, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો, વલસાડ શહેરમાં 2.36 ઈંચ, પારડીમાં 3.12 ઈંચ,વાપીમાં 3.6 ઈંચ, ધરમપુરમાં 7.72 ઈંચ અને કપરડામાં 8.72 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે મધુબન ડેમમાં 22 હજાર 370 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઓવરફ્લો થવાની તૈયારી વચ્ચે ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ ઓરંગા નદીનું જળસ્તર ઘટતા તંત્રએ રાહતનો સ્વાસ લીધો હતો. ઓરંગામાં પૂરની દહેશત વચ્ચે કલેક્ટર દ્વારા કિનારાના ગામોને એલર્ટ કરતું ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું.

Jioના 123 રૂપિયાના આ સ્પેશ્યિલ પ્લાનમાં રોજ મળશે ડેટા- કોલિંગ અને બીજુ પણ ઘણું બધું
Nutmeg Water Benefits : એક મહિના સુધી રાત્રે જાયફળનું પાણી પીવાના આશ્ચર્યજનક ફાયદા જાણો
આ ત્રણ કામ કરનાર વ્યક્તિને નથી જવું પડતું નર્કમાં, ભાગવતમાં લખ્યું છે, જુઓ Video
અમદાવાદના મુખ્ય અને ઐતિહાસિક ફરવાલયક સ્થળો, જુઓ નામ અને તસવીર
અમદાવાદની દીકરી અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદારે શેર કરી ગ્લેમરસ તસવીરો
ખજૂરને ઘીમાં પલાળીને ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

અત્યાર સુધી કેટલો વરસાદ ?

  1. કચ્છ ઝોન – 51.84 ટકા
  2. ઉત્તર ઝોન – 18.42 ટકા
  3. મધ્ય ઝોન – 16.19 ટકા
  4. સૌરાષ્ટ્ર ઝોન – 36.06 ટકા
  5. દક્ષિણ ઝોન – 30.86 ટકા

ક્યાં સૌથી વધુ વરસાદ ?

  1. દેવભૂમી દ્વારકા – 61.87 ટકા
  2. પોરબંદર – 55.97 ટકા
  3. જૂનાગઢ – 46.43 ટકા
  4. ગીરસોમનાથ 42.73 ટકા
  5. વલસાડ – 38.13 ટકા
  6. સુરત – 37.69 ટકા
  7. જામનગર – 37.40 ટકા

ક્યાં સૌથી ઓછો વરસાદ ?

  1. દાહોદ- 11.93 ટકા
  2. છોટાઉદેપુર – 13.05 ટકા
  3. અમદાવાદ – 13.15 ટકા
  4. મહેસાણા – 13.65 ટકા
  5. પંચમહાલ – 14.98 ટકા

રાજ્યના જળાશયોની સ્થિતિ

  1. જગડીયા ડેમ – 100 ટકા
  2. મીતી ડેમ – 100 ટકા
  3. રાચીયા ડેમ – 100 ટકા
  4. કંકાવટી ડેમ – 100 ટકા
  5. સનાદરા ડેમ – 100 ટકા
  6. ઉંડ-3 ડેમ – 100 ટકા
  7. ગોધાતડ ડેમ – 100 ટકા
  8. ડોન ડેમ – 100 ટકા
  9. બગડ ડેમ – 100 ટકા

હવામાન વિભાગની આગાહી

  1. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં અતિભારેની આગાહી
  2. કચ્છ, પોરબંદર, ગીરસોમનાથમાં હવામાનનું રેડ એલર્ટ
  3. રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિભારેની આગાહી
  4. વલસાડ, દમણ, પંચમહાલ, મહિસાગર, દાહોદમાં પડી શકે ભારે
  5. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની સંભાવના
  6. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની શક્યતા
Next Article