Rathyatra 2023: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ સાથે ફાયર બ્રિગેડ પણ સજ્જ, એક્શન પ્લાન તૈયાર કરાયો

|

Jun 19, 2023 | 12:27 PM

આવતીકાલે ભગવાન જગન્નાથ નગર ચર્યા પર નીકળવાના છે. જે રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરાઈ છે. સાથે જ ફાયર બ્રિગેડે પણ વિશેષ તૈયારી કરી છે.

Rathyatra 2023: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ સાથે ફાયર બ્રિગેડ પણ સજ્જ, એક્શન પ્લાન તૈયાર કરાયો
Rathyatra 2023

Follow us on

Ahmedabad: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને (Rathyatra) હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રા નીકળે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સતર્ક બન્યુ છે, જેને લઈને પોલીસ (Police) વિભાગ દ્વારા પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત આગની ઘટના કે મકાન ધરાશાયી થવા કે ઝાડ પડવા જેવા બનાવો બને તો તેને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ (Fire brigade) દ્વારા પણ ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેમજ સ્ટાફને જરૂરી સૂચના પણ આપી દેવાઈ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્શન પ્લાન તૈયાર કરાયો

ફાયર બ્રિગેડના એક્શન પ્લાનની વાત કરીએ તો અલગ અલગ 9 સ્થળો પર ફાયરના વાહન સાથે ફાયર ફાઈટર, ઇમરજન્સી ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે 44 વાહનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે ફાયર બ્રિગેડનો કુલ 147 જેટલો સ્ટાફ બંદોબસ્તમા રહેશે. રથયાત્રા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક ઝાડ અને એક મકાન પડવાની ઘટના બની હતી, જોકે છેલ્લા 6 વર્ષમાં આવી કોઈ ઘટના સામે આવી નથી. તેમજ રથયાત્રા પોળ વિસ્તારમાંથી નીકળવાની હોવાથી જર્જરિત મકાનો પડે નહીં તે માટે AMC દ્વારા નોટિસ પણ અપાઈ છે. જોકે તેમ છતાં થોડા દિવસ પહેલા પોળ વિસ્તારમાં મકાન પડ્યા હતા. ત્યારે આવી ઘટના ન બને તેના પર ખાસ ધ્યાન અપાશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો Rathyatra 2023 : ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાની પરંપરા કયારથી શરૂ થઇ ? જાણો શું છે વિશેષતા

રથયાત્રા દરમિયાન જમાલપુર ફાયર સ્ટેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચકલા, સરસપુર મ્યુનિસિપલ સ્કૂલ, પ્રેમ દરવાજા, દરિયાપુર તંબુ ચોકી, દિલ્હી દરવાજા અને શાહપુર દરવાજા અને શાહપુર રંગીલા પોલીસ ચોકી પાસે ફાયર બ્રિગેડ દ્વારા બંદોબસ્ત ગોઠવાશે.

જગન્નાથ મંદિર ખાતે રસોડામાં ફાયર સેફટીની તપાસ કરાઈ

ભગવાન જગન્નાથની યાત્રામાં હજારોની સંખ્યામા ભક્તો જોડાતા હોય છે. જેમને હાલાકી ન પડે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પુરી થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. 2020માં કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી પણ 2021માં ભક્તો વગર રથયાત્રા કાઢવામાં આવી હતી અને બાદમાં 2022માં રથયાત્રા ભક્તો સાથે નીકળી અને આ વર્ષે પણ ભક્તો સાથે રથયાત્રા નીકળવાની છે. જેને જોતા મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શકયતા છે. જેને ધ્યાને રાખી ફાયર બ્રિગેડ દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. ફાયર બ્રિગેડ દ્વારા બંદોબસ્ત સાથે ફાયર સેફ્ટીની તપાસ પણ કરવામાં આવી હતી. જેમાં જગન્નાથ મંદિર ખાતે રસોડામાં ફાયર સેફટી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાયરો અને ગેસ સિલિન્ડર સહિતની તપાસ કરવામાં આવી હતી.

કેટલો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે

રથયાત્રા દરમિયાન ફાયર વિભાગના બંદોબસ્તની વાત કરીએ તો 1 ચીફ ફાયર ઓફિસર, 1 એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 4 ડિવિઝનલ ઓફિસર, 12 સ્ટેશન ઓફિસર, 12 જમાદાર, 27 ડ્રાઈવર અને 91 ફાયરમેન બંદોબસ્તમાં જોડાશે. બંદોબસ્ત પહેલા સ્ટાફને વાહનો અને સાધનોની ચકાસણી અને મેઇન્ટેનન્સ કરવા, કોઈ ખામી હોય તો તરત દૂર કરવા અને બંદોબસ્તમાં સમયસર પહોંચવા ઉપરાંત જ્યાં સુધી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધ સ્થળ ન છોડવા સુચના આપી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:27 pm, Mon, 19 June 23

Next Article