Ahmedabad: ઈન્શ્યોરન્સ કંપનીના પ્રશ્નો અંગે AHNA દ્વારા કરવામાં આવ્યું હલ્લા બોલ

|

Jul 11, 2022 | 10:30 PM

છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં હોસ્પિટલ્સ એન્ડ  નર્સિંગ હોમ્સ એસોસીએશન (AHNA) દ્વારા ઈન્શ્યોરન્સ કંપનીઓને લગતા પ્રશ્નોની રજૂઆત વારંવાર પત્ર દ્વારા કરવામાં આવી  છે.

Ahmedabad: ઈન્શ્યોરન્સ કંપનીના પ્રશ્નો અંગે AHNA દ્વારા કરવામાં આવ્યું હલ્લા બોલ
in ahmedabad Ahna regarding the questions of the insurance company
Image Credit source: FILE PHOTO

Follow us on

કોરોનાના(Corona) કપરા સમયમાં હજારોની સંખ્યામાં દર્દીઓને મેડીક્લેમનો લાભ મળ્યો ન હતો. મેડીક્લેમ (Mediclaim) હોવા છતાં પણ હોસ્પિટલ અને ઈન્શ્યોરન્સ કંપનીઓએ દર્દીઓ પાસેથી રૂપિયા લીધા હતા ઈન્શ્યોરન્સ કંપનીઓએ મેડીક્લેમ હોવા છતાં પણ રોકડ રકમની માંગ તેમજ કેટલા કિસ્સામાં અમુક જ વસ્તુ ઈન્શ્યોરન્સમાં ગણવા માટેનો આગ્રહ કર્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે આહના (Ahmedabad Hospitals and Nursing Homes Association ) દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને ચૂકવાયેલા પૈસા ઈન્શ્યોરન્સ કંપનીઓએ દર્દીઓ ને પરત આપવા માટે માંગ કરી છે. આ તમામ  માંગણીઓ 31 જુલાઈ સુધીમાં સ્વીકારવામાં નહી આવે તો AHNA ની તમામ હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સમાં કેશલેસની સુવિધા 5 ઓગષ્ટ 2022 થી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દર્દીઓને ને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાય તેવાં પગલા એસોસિએશન લઈ રહ્યું છે.

છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન (AHNA) દ્વારા ઈન્શ્યોરન્સ કંપનીઓને લગતા પ્રશ્નોની રજૂઆત વારંવાર પત્ર દ્વારા કરવામાં આવી  છે. ગુજરાતમાં અર્ધ સરકારી ઈન્શ્યોરન્સ કંપનીનું નેતૃત્ત્વ ન્યુ ઈન્ડિયા એસ્યોરેન્સ કંપનીને સોંપવામાં આવેલ છે.પણ આ તમામ રજૂઆતો ન્યૂ ઈન્ડિયા એસ્યોરેન્સ કંપની ઉચ્ચ અધિકારીઓના બહેરા કાને અથડાઇને પાછી આવતી હતી. હોસ્પિટલને લગતા પ્રશ્નો અંગે કોઈ જ કાર્યવાહી નહી કરવાની જડ વૃત્તિ તેમણે અપનાવી હતી.  ત્યારે આજે AHNA)ના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા ન્યૂ ઈન્ડિયા એસ્યોરેન્સ કંપની સમક્ષ દેખાવો કરવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.  આહના દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો આ પ્રમાણે છે જેનો તેઓ ઉકેલ ઇચ્છે છે.

શું છે  આહના દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો?

  1.  જે હોસ્પિટલ્સના રેટ્સ રીવાઈઝ નથી થયા તેમના રેટ રીવીઝન તાત્કાલિક કરવા.
  2.  પીપીએન ચાર્જીસ બાબતે કરેલા દરખાસ્તને સ્વીકારવી.
  3. મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
    IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
    અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
    કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
    Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
    આજનું રાશિફળ તારીખ : 24-11-2024
  4.  ટીપીએમાં પડતી મુશ્કેલીઓના તાત્કાલિક નિવેડો લાવવો.
  5.  રેટ રીવીઝન માટે સિનિયર ડૉક્ટર જેમણે પોસ્ટ ગ્રેજયુએશન કર્યું, તેની નિમણૂંક કરવી.
  6.  દિલ્હી હાઈકોર્ટના જજમેન્ટ મુજબ તમામ હોસ્પિટલ્સમાં કેશલેસ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી.
  7.   કોવિડની સારવાર માટે દર્દીઓ પાસે મેડીક્લેઇમ લેવા છતાં તેમના પૈસા કાપ્યા હોય તે પાછા આપવા.

 

 

 

Published On - 10:27 pm, Mon, 11 July 22

Next Article