Gujarat માં જન્માષ્ટમી બાદ મેધરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગની આગાહી

|

Aug 29, 2021 | 4:30 PM

બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ(Rain)પડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે.

વરસાદની કાગડોળે રાહ જોતા ગુજરાત(Gujarat)માટે સારા સમાચાર છે. જેમાં જન્માષ્ટમી(Janmashtmi)થી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ(Rain)પડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે.

જ્યારે તો 1 સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મનમુકીને વરસે તેવી આગાહી છે.

આ અંગે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે રાજયમાં અત્યાર સુધી સરેરાશ 11 . 25 ઇંચ વરસાદ પડ્યો છે.  જયારે રાજયમાં વરસાદની ઘટની વાત કરીએ તો અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે.  તેમજ આગામી 30 અને 31 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતના  સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત રાજયમાં વરસાદ ખેંચાતા  ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યારે રાજ્યમાં ડેમોમાં પાણીની સ્થિતિ પણ ચિંતાજનક છે. જેમાં રાજયમાં 198 ડેમોમાં માત્ર 25 ટકા જેટલું  જ પાણી છે.

જ્યારે કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૦૬ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૦.૬૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૩.૫૯ ટકા વાવેતર થયુ છે.

આ પણ વાંચો : Janmashtami Recipe 2021 : જન્માષ્ટમી પર આ સ્વાદિષ્ટ મિઠાઈ બનાવો, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

આ પણ વાંચો :  Viral Video : માત્ર 23 સેકન્ડમાં સસલાએ બિલાડીને ભણાવ્યો પાઠ, વિડીયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો !

Next Video