અમદાવાદમાં પતિ પત્નીના ઝઘડામાં છોડાડવા ગયેલા દિયરની હત્યા, આરોપી ફરાર

અમદાવાદમાં શહેરમાં ફરી એક વાર વિચિત્ર હત્યા સામે આવી છે. જેમાં અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાભાઈએ જ નાનાભાઈની હત્યા કરી છે. જેમાં એક સામાન્ય બાબતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે. અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા કંટોડીયા વાસના કોઠીના ઝાડ પાસે એક જ મકાનમાં બે ભાઈઓ ઉપર નીચે રહેતા હતા.

અમદાવાદમાં પતિ પત્નીના ઝઘડામાં છોડાડવા ગયેલા દિયરની હત્યા, આરોપી ફરાર
Ahmedabad Murder
| Edited By: | Updated on: Jan 06, 2023 | 8:03 PM

અમદાવાદમાં શહેરમાં ફરી એક વાર વિચિત્ર હત્યા સામે આવી છે. જેમાં અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાભાઈએ જ નાનાભાઈની હત્યા કરી છે. જેમાં એક સામાન્ય બાબતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે. અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા કંટોડીયા વાસના કોઠીના ઝાડ પાસે એક જ મકાનમાં બે ભાઈઓ ઉપર નીચે રહેતા હતા. જેમાં ઘરના મોટા દીકરા વિપુલ ચુનારાને ગઈકાલે રાત્રે તેની પત્ની સાથે ઘરેલુ કંકાસ ચાલી રહ્યો હતો. ઘરમાં ચાલતા ઝઘડાને જોઈને નાના ભાઈ થી રહેવાયુ નહીં, તે દરમિયાન જ મોટા દીકરા તથા વહુને ઝઘડામાંથી છોડાવવા પિતા ભીમસિંગભાઈ ચુનારા વચ્ચે પડ્યા હતા અને મોટા દીકરાને ઝઘડો ન કરવા સલાહ આપતા હતા.

આ દરમિયાન આરોપીનો નાનો ભાઈ નીતિન ચુનારા પણ તેની પત્ની સાથે ત્યાં પહોંચ્યો હતો. તેણે પણ તેના ભાઈ અને ભાભીને ઝઘડો ન કરવા કહ્યું હતું, પરંતુ મોટો ભાઈ વિપુલ આવેશમાં આવી ગયો હતો અને તેણે તેના નાના ભાઈ નીતિનને છરીનો એક જ ઘા મારી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ તેના જેઠ સામે નોંધી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ કરી છે. ત્યારે આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ કઈ દિશામાં ફરાર થયો છે તે બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Published On - 5:58 pm, Fri, 6 January 23