
સરખેજમાં ચકચાર સજની મર્ડર કેસનો કુખ્યાત આરોપી પેરોલ જમ્પ કરી થયો હતો ફરાર, પરંતુ તેના મોજશોખએ ફરી જેલના સળિયા પાછળ ધકેલયો..પોલીસથી બચવા પોતાની ઓળખ છુપાવી અને નકલી આધાર કાર્ડથી ભારત છોડવાનો પ્રયાસ કર્યો.પણ સાયબર ક્રાઇમની ટીમે નેપાળ ફરાર થાય તે પહેલાં ઝડપી લીધો, કેવી રીતે સાયબર ક્રાઇમેં પકડ્યો આરોપીને જાણો સંપૂર્ણ કહાની.
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપી તરુણ ઉર્ફે સોનુ જિનરાજ જેલમાંથી પેરોલ જમ્પ કરીને છુંમતર થયો હતો. પરંતુ સાયબર ક્રાઈમે જેલની બીહેવીયર એનાલિસિસના આધારે દિલ્હીના નજફગઢથી ઝડપી લીધો છે. આરોપી તરુણ જિનરાજ પોતાની પત્નીના હત્યા કેસમાં 15 વર્ષે ઝડપાયો છે. તે પેરોલ જામીન પર છૂટયા બાદ ફરાર થઇ ગયો હતો અને તે નજફગઢમાં પીજીમાં રોકાયો હતો. અને ભારત છોડી જવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીએ જામીન પર છુટવા માટે 18 વખત અરજી કરી હતી. જો કે તમામ અરજી ના મંજુર કરવામાં આવી હતી. પરંતુ, તેણે બિમાર માતાની સારવારના નામે જામીન માંગતા 18 જુલાઈથી 19 ઓગસ્ટ સુધીના વચગાળા જમીન મળ્યા પણ આરોપી તરુણ 4 ઓગસ્ટ 2023 ના રોજ તે જામીન પર બહાર નીકળ્યો. જેને લઈ પોલીસને શંકા હતી. તે જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો. સાયબર ક્રાઇમની ટીમે આરોપીનો જેલમાં બીહેવીયર એનાલિસિસ કરતા અનેક કડીઓ સામે આવી હતી. અને મોજશોખના કારણે તે ફરી સાયબર ક્રાઇમના હાથે ઝડપાઇ ગયો
સરખેજમા તરૂણ જિનરાજે વર્ષ 2003માં વેલેન્ટાઈન્સ ડે પર ગર્લફ્રેન્ડને ખુશ કરવા પોતાની પત્ની સજની નાયરની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ ખોટી સ્ટોરી ઘડી હતી કે ઘરમાં લૂંટના ઈરાદે પ્રવેશેલા લોકોએ તેની હત્યા કરી હતી. તે વખતે પોલીસને તરૂણ પર શંકા હતી, પરંતુ તેની ધરપકડ નહોતી થઈ અને તે નાસી ગયો હતો. જો કે કે 15 વર્ષ બાદ 2018માં ક્રાઇમ બ્રાન્ચે બેંગ્લુરુથી ઝડપી લીધો હતો.
શાતીર દિમાગના એવો આરોપી બેંગ્લુરુમાં પ્રવિણ ભટલે નામથી છુપાયો હતો. તેણે લગ્ન પણ કરી લીધા હતા અને બે સંતાન હતા. ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા બાદ તે ફરી ફરાર થઇ જતા તમામ એજન્સીઓએ તપાસ શરૂ કરી. તુરણના મોજશોખે દોઢ માસમાં તેને ડેટિંગ એપથી 2 ગર્લફ્રેન્ડ બનાવી હતી. તે ઉતરાખંડના એક મિત્રનો સંપર્ક કરીને તેની સાથે ફરતો હતો.
ધર્મ પરિવર્તન કરીને પોતાનું નવી ઓળખ ક્રિશ્ચન તરીકે પોતાનું નામ જસ્ટિન જોસેફ ધારણ કર્યું હતું અને દિલ્હીમાં પીજીમાં રહેવા લાગ્યો હતો. આ ઉપરાંત તેને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે એપોઇન્ટમેન્ટ પણ લીધી હતી. વાળના કલર અને સ્ટાઇલ બદલીને તેણે શરીર પર જુદા જુદા ટેટુ બનાવ્યા હતા. પરંતુ આરોપીની વિકૃત માનસિકતાથી પરિચિત સાયબર ક્રાઇમની ટીમે તેને શોધીને ધરપકડ કરી હતી.
સજની હત્યા કેસના આ આરોપીએ ભારત છોડીને નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જેની માટે નકલી આધારકાર્ડ બનાવ્યું હતું. અમદાવાદના બે સ્થાનિક વ્યક્તિ તેની મદદ કરી રહ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. માતા અને બચ્ચા નામથી કોડ વર્ડનો પણ ઉપયોગ કરાતો હતો. તરુણ નેપાળ બોર્ડરથી ફરાર થવાના પ્લાન કરી રહ્યો હતો. તે પોલીસથી બચવા ટ્રેનની મુસાફરી કરતો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરીને સાયબર ક્રાઇમે જેલ હવાલે કર્યો છે. આ ઉપરાંત તેની મદદ કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 7:49 pm, Fri, 6 October 23