અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન રવિવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં તેવો 5 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. જેમાં તેવો સામાજિક કાર્યકર અને સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવા આવશે. જેમનું ગત વર્ષે નવેમ્બરમાં અવસાન થયું હતું. આ ઉપરાંત તેઓ સુરેન્દ્રનગરમાં મીઠું પક્વતા અગરિયાઓને પણ મળવાના છે. તેમના કાર્યક્રમની મળેલી માહિતી મુજબ હિલેરી ક્લિન્ટન 5 ફેબ્રુઆરીએ સ્વર્ગસ્થ ઇલા ભટ્ટના નિવાસ સ્થાને જશે અને સેવા કાર્યાલયની મુલાકાત પણ લેશે. હિલેરી ક્લિન્ટનનો વર્ષ 1995 અને 2018 પછી તેમનો સેવા સંસ્થાનો ત્રીજો પ્રવાસ છે.
આ અંગે માહિતી આપતા હિલેરી ક્લિન્ટનની મુલાકાતનું સંકલન કરી રહેલા SEWA ના રશિમ બેદીએ સમચાર પત્રને જણાવ્યું હતું કે, “5 ફેબ્રુઆરીની બપોરે, હિલેરી ક્લિન્ટન પ્રથમ વખત ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે, જેમની સાથે તેમણે વર્ષ 1990 ના દાયકામાં પોતાનું ઘર શેર કર્યું હતું. તેવો પહેલી મુલાકાતથી જ સંપર્કમાં હતા. તેમજ તે સાંજે અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે આવેલા સેવા રિસેપ્શન સેન્ટરની મુલાકાત લેશે.
આ ઉપરાંત હિલેરી ક્લિન્ટન સેવા રિસેપ્શન સેન્ટર બાજુમાં આવેલા વિક્ટોરિયા ગાર્ડન્સમાં 12 એપ્રિલ, 1972ના રોજ મહિલા શેરી વિક્રેતાઓ સાથે ભટ્ટની પ્રથમ બેઠકની યાદમાં એક તકતી અર્પણ કરશે. ઇલા ભટ્ટ જેમને સેવા સંસ્થાનો પાયો નાખ્યો હતો. ઇલા ભટ્ટે એપ્રિલ 2022 માં સેવાના 50 વર્ષ પૂરા થવા પર આ બગીચામાં એક વડનું વૃક્ષ વાવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદના એરપોર્ટ પર પ્રવાસીઓની પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા નવો પ્રયાસ, બારકોડ સિસ્ટમ કરાઈ કાર્યરત
Published On - 5:55 pm, Sat, 4 February 23