અમદાવાદ (Ahmedabad) માં રવિવારે સાંજે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. શહેરના અનેક મુખ્ય માર્ગો જાણે કે નદી સમાન બની ગયા હતા. શહેરના અનેક રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણીન વહી રહ્યા હતા. શહેરના પાલડી અને અને વાસણા વિસ્તારમાં વધુ વરસાદ (Heavy Rainfall in Ahmedabad) ખાબક્યો હતો. પાલડી વિસ્તારમાં લગભગ પોણા દશ ઈંચ જેટલો વરસાદ રાત્રીના દશ વાગ્યા સુધીમાં ખાબક્યો હતો. જ્યારે બોપલ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના બોડકદેવ, વેજલપુર, મુક્તમપુરા સરખેજ અને જોધપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરના રસ્તાઓ નદી સમાન જોવા મળી રહ્યા હતા, તો વાહન ચાલકો પણ પરેશાન બની ગયા હતા. શહેરના કેટલાક માર્ગોને બંધ કરી દેવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.
રાજ્યના અનેક હિસ્સાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ રવિવારની સાંજે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ગાજવિજ સાથે વરસાદ શહેરના અનેક ભાગોમાં ધોધમાર રુપે વરસ્યો હતો. હતો. નદી પારના વિસ્તારમાં ખાસ કરીને વરસાદનુ જોર વધારે રહ્યુ હતુ. શહેરના રસ્તાઓમાં સામાન્ય વરસાદમાં પણ પાણી પાણી થઈ જાય છે, ત્યાં રવિવારે સાંજે ધોધમાર વરસતા છ થી પોણા દશ ઈંચ સુધીનો વરસાદ વિવિધ વિસ્તારોમાં વરસ્યો હતો. જેને લઈ શહેરની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી.
બોડકદેવ, ઉસ્માનપુરા, બોપલ, સરખેજમાં રાત્રીના 9 થી 10 કલાક વચ્ચેના એક કલાકના સમય ગાળામાં જ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પશ્વિમ અને દક્ષિણ પશ્વિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદનુ જોર મોડી સાંજ એટલે કે 9 વાગ્યાના અરસા દરમિયાન વધારે રહ્યુ હતુ અને એ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરીયાદો સામે આવવા લાગી હતી.
સાંજ બાદ ફાયર અને મ્યુનિસિપલ તંત્રની ફોનની ઘંટડીઓ પાણીમાં ભરાઈ જવાના અને મદદ માટે વાગવી વધારે શરુ થઈ હતી. અનેક સ્થળો પર પાણીનો નિકાલ કરવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જોકે અનેક રસ્તાઓ પરથી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો હતો. શહેરના કેટલાક કોમ્પેલક્ષ અને બિલ્ડીંગોના નિચેના ફ્લોર અને પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ વાહનો પણ પાણીમાં ડુબેલી હાલતમાં જોવા મળ્યા હતા.
રવિવારે સવારે 06.00 થી રાત્રીના 10.00 સુધીના વરસાદના આંકડા (ઇંચ)
વિસ્તાર | વરસાદ | વિસ્તાર | વરસાદ |
ચકુડિયા | 3.5 | સરખેજ | 5.5 |
ઓઢવ | 03 | જોધપુર | 7.7 |
વિરાટ નગર | 03 | બોપલ | 06 |
નિકોલ | 02 | મક્તમપુરા | 7.7 |
રામોલ | 2.5 | એએમસી સેટ્રલ | 5.5 |
કઠવાડા | 1.8 | દુધેશ્વર | 03 |
ઉસ્માનપુરા | 08 | મેમ્કો | 1.7 |
ચાંદખેડા | 02 | નરોડા | 2.3 |
રાણીપ | 05 | કોતરપુર | 4.7 |
બોડકદેવ | 08 | મણીનગર | 05 |
સાયન્સ સીટી | 04 | વટવા | 4.5 |
ગોતા | 6 | ચાંદલોડીયા | 4 |
રવિવારે સવારે 06.00 થી રાત્રીના 10.00 સુધીના વરસાદના આંકડા (ઇંચ)
ઝોન વાઈઝ સરેરાશ વરસાદ ( ઇંચ) | |
પૂર્વ ઝોન | 2.5 |
પશ્વિમ ઝોન | 06 |
ઉત્તર-પશ્વિમ ઝોન | 5.5 |
દક્ષિણ-પશ્વિમ ઝોન | 6.5 |
સેટ્રલ ઝોન | 04 |
ઉત્તર ઝોન | 2.5 |
દક્ષિણ ઝોન | 4.5 |
Published On - 11:23 pm, Sun, 10 July 22