ગુજરાતમાં(Gujarat)ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં રવિવારે ગરમીનો(Heat Wave)પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેમજ હવામાન વિભાગની(IMD) આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ હિટવેવ ની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી 4 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં હિટવેવ ની સંભાવના છે. સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હિટ વેવની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 એપ્રિલના રોજ જ્યારે બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓમાં ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 એપ્રિલના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હિટવેવ ની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિવારે પણ અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ હતી. જેમાં અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, અમરેલીમાં મહત્તમ 42 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી અને ડીસામાં મહત્તમ 41 ડિગ્રી અને કચ્છમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બાકીના શહેરોમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.તો અમદાવાદ શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે.જેને લઇ અમદાવાદમાં યેલ્લો અલર્ટ જાહેર કરાયું છે.તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સારા સમાચાર : નર્મદા ડેમની જળસપાટી 118. 15 મીટરે પહોંચી, ઉપરવાસના ડેમમાંથી પાણીની આવક
આ પણ વાંચો : Kutch: ઉનાળો શરુ થતા જ ભૂજમાં પાણીની પારાયણ શરુ, ભર ઉનાળે પાણી માટે તરસ્યા લોકો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો