ગુજરાતમાં(Gujarat) ધીરે ધીરે શિયાળાની ઠંડીનો ચમકારો ઓછો થઈ રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં સવારથી લઇને મોડી સાંજ સુધી ગરમીનો(Heat Wave) અનુભવ શરૂ થયો છે. જેમાં પણ છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે લધુત્તમ તાપમાન પણ 17 ડિગ્રી નોંધાયું છે. જો કે હવામાન વિભાગની(IMD) આગાહી અનુસાર આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહિ મળે. પરંતુ આગામી અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ પહોંચશે. જેના લીધે લોકોને ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અનુભવ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં પણ વધારો થશે જેના લીધે ઠંડીની અસર ઓછી થશે.
જો કે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ફ્રેબ્રૂઆરીના અંત સુધી બેવડી ઋતુ રહેશે. તેમજ તાપમાનમાં સામાન્ય વધઘટ જણાશે. જ્યારે આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તેમજ વરસાદ કે માવઠાની કોઈ સંભાવના નથી.
જો કે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ ગરમીનો પારો 34 ડિગ્રી થવાની સંભાવના છે જયારે મંગળવારે ગરમીનો પારો 35 ડિગ્રી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે વડોદરામાં આગામી અઠવાડિયા દરમ્યાન ગરમીનો પારો 33 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જયારે સુરતમાં ગરમીનો પારો આગામી અઠવાડિયા 33 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ 24 અને 25 ફેબ્રઆરીના રોજ ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચી શકે છે. જ્યારે રાજકોટમાં તાપમાનમાં વધારા ઘટાડાની વાત કરીએ તો આગામી અઠવાડિયામાં તાપમાન 35 ડિગ્રીને આસપાસ રહેશે. જયારે 22 ફેબ્રઆરીના રોજ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ભુજ માટે પણ આગામી અઠવાડિયામાં ગરમીનો પારો વધી શકે છે, જેમાં 21 ફેબ્રુઆરીના રોજ ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી શકે છે. જ્યારે અઠવાડિયા દરમ્યાન ગરમીનો પારો 34 ડિગ્રીની આસપાસ રહેશે.જ્યારે રાજયના અન્ય શહેરોમાં પણ આગામી અઠવાડિયામાં ગરમીનો અહેસાસ થશે. તેમજ શહેરોમાં પણ ગરમીનો પારો 32 ડિગ્રીની આસપાસ સ્થિર રહેશે. તેમજ લધુત્તમ તાપમાનમા ઘટાડો નોંધાશે.
આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ ગામથી લક્ષ્યપથ પ્રોજેક્ટનો પ્રારંભ, 28 આરોગ્યમિત્રને તાલીમ અપાઇ
Published On - 5:31 pm, Sat, 19 February 22