Ahmedabad: નવરાત્રી પહેલા હાર્ટએટેકનો ગભરાટ, 108 ને ઈમરજન્સી કોલની વધી સંખ્યા

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જિમ અને ગરબા દરમિયાન હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. સાથે 108 ઈમરજન્સીમાં પણ હાર્ટને લગતા કેસમાં વધારો થયો છે. ત્યારે નવરાત્રી દરમિયાન લોકોને હાર્ટ અટેક આવે તો તેને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ કરાઈ છે. જ્યાં આયોજકોએ મેડિકલ સ્ટાફ સાથે ઇમરજન્સી વાહન રાખવા પડશે. તો 108 ઈમરજન્સી વિભાગ પણ નવરાત્રી દરમિયાન આયોજન સ્થળ પાસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

Ahmedabad: નવરાત્રી પહેલા હાર્ટએટેકનો ગભરાટ, 108 ને ઈમરજન્સી કોલની વધી સંખ્યા
108 ને ઈમરજન્સી કોલની વધી સંખ્યા
| Edited By: | Updated on: Oct 06, 2023 | 11:01 PM

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જિમ અને ગરબા દરમિયાન હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. સાથે 108 ઈમરજન્સીમાં પણ હાર્ટને લગતા કેસમાં વધારો થયો છે. ત્યારે નવરાત્રી દરમિયાન લોકોને હાર્ટ અટેક આવે તો તેને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ કરાઈ છે. જ્યાં આયોજકોએ મેડિકલ સ્ટાફ સાથે ઇમરજન્સી વાહન રાખવા પડશે. તો 108 ઈમરજન્સી વિભાગ પણ નવરાત્રી દરમિયાન આયોજન સ્થળ પાસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં સફાઈ મહાઅભિયાનનો કરાયો પ્રારંભ, 6 દિવસ મોટી મશીનરીઓ વડે સ્વચ્છતા હાથ ધરાશે, જુઓ Video

નવલી નવરાત્રી એટલે નવ નોરતા ની રાત અને ખેલૈયો માટે ગરબે જુમવાનો તહેવાર, કે જ્યારે અમદાવાદ શહેર સહિત રાજ્ય ગરબે ઝૂમતું હોય છે. નવરાત્રિ પર્વની ઉજવણી કરતું હોય છે. પરંતુ આ વખતે આ નવરાત્રિને હાર્ટ અટેક કેસ ની નજર લાગી છે. આ એટલા માટે કહી રહ્યા છીએ, કેમ કે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં હાર્ટ એટેક કેસમાં વધારો થયો છે. તેમાં પણ જિમ સાથે હવે લોકોને ગરબા રમતા હાર્ટ એટેક આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. તેમજ 108 ઇમરજન્સી સેવાના કેસમાં હૃદયને લાગતા કેસમાં પણ વધારો નોંધાયો છે.

ગત વર્ષે ઈમરજન્સી આંકડા ઘટ્યા હતા

108 ઇમરજન્સી સેવાના આંકડા પ્રમાણે 2019 માં 56,932 કેસ નોંધાયા હતા. જે બાદ કોરોના દરમિયાન 2020 અને 21 માં હૃદયને લગતા કેસમાં ઘટાડો નોંધાયો. ફરી એકવાર 2022માં આ આંકડામાં વધારો થયો. અને 2023 માં 2019નો આંકડાનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા સેવાઈ રહી છે. જે એક મોટો ચિંતાનો વિષય કહી શકાય. જ્યાં કોરોના સમયે તેમાં વધુ ધ્યાન રહેતા હદય ના કેસ અંગે વધુ ધ્યાને ન લેવાયા. જોકે એક અંદાજ પ્રમાણે 2022 માં નવરાત્રી દરમિયાન 108 ઈમરજન્સી કેસમાં 10% જેટલો ઘટાડો નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં 11 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જે એક સારી બાબત પણ કહી શકાય.

ગરબા સ્થળ પાસે 108 એમ્બ્યુલન્સ રખાશે

અધિકારીનું માનવું છે કે નવરાત્રીમાં રાત્રે લોકો ગરબે ઝૂમે છે અને દિવસે તેઓ આરામ કરતા હોય છે, જેના કારણે આ સમયે હદયને લાગતા કેસમાં ઘટાડો થતો હોય છે. જોકે આ વર્ષે છેલ્લા કેટલાક મહિનામાં જિમ એન્ડ ગરબા દરમિયાન હાર્ટ એટેકના કેસ આવતા ગરબા આયોજકોને સ્થળ પર મેડિકલ સ્ટાફ અને ઇમરજન્સી વેન રાખવા સૂચન કરાયુ છે. તો આ તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 ઇમરજન્સી સેવા દ્વારા ગરબા સ્થળ પાસે 108 એમ્બ્યુલન્સ રખાશે. જે એમ્બ્યુલન્સ ગરબા સ્થળથી 500 મીટરના અંતરમાં રહે તે પ્રકારે આયોજન કરાયું છે જેથી ઓછી મિનિટોમાં ઝડપી સારવાર આપી શકાય. તે રીતે એમ્બ્યુલન્સ ને સ્થળ ફાળવી સ્ટાફને જરૂરી સૂચન અને તાલીમ પણ અપાઈ છે.

આ આંકડા અને પરિસ્થિતિ એજ બતાવે છે કે લોકોમાં હાર્ટને લગતી સમસ્યા અને બીમારી વધી રહી છે. જેની પાછળ ભોજનમાં અનિયમિતતા, માનસિક દબાણ, અયોગ્ય ભોજન જેવા અનેક કારણ જવાબદાર છે. જે બાબતે લોકોએ જાગૃત બનવાની જરૂર છે. અને ત્યારે જ હાર્ટ ને લગતા કેસમાં ઘટાડો લાવી શકાશે.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:53 pm, Fri, 6 October 23